સરકારે મફતમાં કશું નથી આપ્યું તો પણ ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું કેમ?: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:56:04

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલન સંબોધિત કર્યું હતું. સંબોધન દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં ઓપરેશન લોટસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓના સ્થળોએ કેન્દ્રીય એજન્સીઓના દરોડા, રેવડી કલ્ચર, વિપક્ષી ભાજપ વગેરે મામલે વાત કરી હતી. 


કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, '26 નવેમ્બર 1949ના રોજ બંધારણીય સભાએ બંધારણ અપનાવેલું. 60 વર્ષમાં આ પાર્ટીઓ અને નેતાઓએ આ બંધારણના ચિંથરા ઉડાવી દીધા અને પછી ભગવાને વચ્ચે આવવું પડ્યું. તેના બિલકુલ 63 વર્ષો બાદ 26 નવમ્બર 2012ના રોજ આમ આદમી પાર્ટી બની. આજે 20 રાજ્યો અને યુનિયન ટેરીટરીમાં અમારા 1,446 જનપ્રતિનિધિ છે. MLA, MP, જિલ્લા પંચાયત સદસ્યો બધા જ છે.'


કેજરીવાલે તેને બીજ સમાન ગણાવીને આગળ જતાં વિશાળ વૃક્ષ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતમાં પણ તે વૃક્ષ સમાન વિશાળ સ્વરૂપ બનાવશે તેમ જણાવ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે, '1.5 વર્ષ પહેલા ગુજરાતમાં 27 બીજ રોપ્યા હતા. વિશ્વમાં કોઈ પાર્ટીનો આટલી ઝડપથી વિકાસ નથી થયો. કૃષ્ણને બાળપણમાં કાન્હા કહેતા હતા અને કાન્હાએ અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. અમે પણ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારીનો વધ કરી રહ્યા છીએ. જો બીજી પાર્ટીના લોકો કશું કામ કરતા હોત તો લોકો અમને લાત મારીને બહાર ભગાડી દેતા.'


ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ AAPની તાકાત


કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આમ આદમી પાર્ટીની ચાર વાતો- ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ લોકોને પસંદ આવી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મફતની રેવડીને ભારતના રાજકારણમાં સામેલ કરી જે વિરોધીઓ ગળી પણ નથી શકતા અને બહાર પણ નથી કાઢી શકતા. વિરોધીઓ એમ કહે છે કે, તેનાથી સરકાર પર દેવું ચઢશે. ગુજરાત અને પંજાબ પર તો 3.5 લાખ કરોડનું દેવું છે. ત્યાંની સરકારોએ તો મફતમાં કશું નહોતું આપ્યું. દિલ્હીમાં બધું ફ્રી છે છતાં દેવું નથી. જે નેતા એમ કહે છે કે, મફતની રેવડી ન વહેંચવી જોઈએ તે બેઈમાન અને ભ્રષ્ટ છે. તેઓ સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીને કચડી નાખવા ઈચ્છે છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?