દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસને લઈ CBI હેડક્વાર્ટર પહોંચ્યા છે. CBI તપાસમાં જોડાતા પહેલા કેજરીવાલે કહ્યું કે તેઓ CBIના તમામ પ્રશ્નોના જવાબ ઈમાનદારીથી આપશે. કંઈ જ ખોટું કર્યું નથી, તેથી છુપાવવા જેવું પણ કંઈ નથી. કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો દેશનો વિકાસ નથી ઈચ્છતા. કેજરીવાલે રવિવારે સવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરશે.
હેડક્વાર્ટરની બહાર જડબેસલાક સુરક્ષા
સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળો સહિત 1,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત કરવામાં આવ્યા છે અને ચારથી વધુ લોકો એકઠા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) ની કલમ 144 લાગુ કરવામાં આવી છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાઉઝ એવન્યુ સ્થિત આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AAP કાર્યાલય અને CBI હેડક્વાર્ટરની નજીકના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે કારણ કે AAPના કાર્યકરો અને સમર્થકો કોઈ સમસ્યા ન સર્જે તેની આશંકા છે.
AAPના નેતાઓની અટકાયત
દિલ્હી પોલીસે CBI ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે આપના નેતાઓ CBI ઓફિસથી થોડાક મીટર દૂર આતિશી, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ, ભગવંત માન અને કુલતાર સિંહ લોધી રોડના ફૂટપાથ પર બેઠા હતા. ત્યાર બાદ રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને અન્ય સહિત આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સીબીઆઈ હાલમાં દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
Modi-Adani भाई-भाई
देश बेच कर खाई मलाई