આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું આજે પણ તે પૂછપરછ માટે હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. ઈડીના સમન્સને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી શકે છે. પીએમ મોદી પર નિશાન સાધતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરી દિલ્હીની સરકારને પાડવા માંગે છે.
પાંચમી વખત ઈડીએ હાજર થવા મોકલ્યું હતું સમન્સ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન્સ પાઠવ્યું હતું. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ઈડીએ ચાર સમન્સ પાઠવ્યા છે પરંતુ દરેક વખતે તે હાજર નથી થયા. ત્યારે પાંચમી વખત મોકલાયેલા સમન્સમાં પણ તે ઈડી સમક્ષ હાજર નથી થવાના.
આ તારીખોએ મોકલવામાં આવ્યા છે સમન્સ
આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમનને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન્સ મોકલ્યું હતું. જો કે તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા. ત્યારે પાંચમી વખતે મોકલાયેલા સમન્સમાં પણ કેજરીવાલ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી દ્વારા મોકલવામાં આવતા સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે અનેક વખત પ્રશ્ન ઉઠાવ્યા છે.