દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા માટે નહીં જાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસને લઈ પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ પાઠવવામાં આવી હતી. 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ઈડીએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. આપ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહયોગ આપવા માટે તૈયાર છે પરંતુ જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાનુની છે.
અનેક વખત પૂછપરછ માટે બોલાવાયા છે અરવિંદ કેજરીવાલને
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે EDએ 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલને આની પહેલા બે સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે પછી સીએમ વિપશ્યના માટે ગયા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કહ્યું કે આ માત્ર 2024ની લોકસભા ચૂંટણીના છેલ્લા મહિનામાં સનસનાટીભર્યા સમાચારો બનાવવા માટે છે.
આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ
ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સના સમય પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું, "તમારા સમન્સનો સમય મારી માન્યતાને વધુ મજબૂત કરે છે કે મને જે સમન્સ મોકલવામાં આવ્યા છે તે કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રચાર છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે." ચૂંટણી પહેલાના છેલ્લા કેટલાક મહિનાઓ સનસનાટીભર્યા સમાચાર આપવા માટે બંધાયેલા છે. મહત્વનું છે કે આજે પણ ઈડી સમક્ષ હાજર અરવિંદ કેજરીવાલ નથી થવાના ઉપરાંત નોટિસને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવી છે .
#WATCH | Delhi: On Delhi CM Arvind Kejriwal to skip ED summon today, BJP leader Shehzad Poonawalla says, "...It has been proved that Arvind Kejriwal is an absconder. If there's nothing wrong, why is he afraid to go to the agency? When he used to conduct the campaign against… pic.twitter.com/bXeMoZMrOq
— ANI (@ANI) January 3, 2024
#WATCH | Delhi: On Delhi CM Arvind Kejriwal to skip ED summon today, BJP national spokesperson Gaurav Bhatia says, "...'Kattar beimaan' Arvind Kejriwal who once used to say that we have to eradicate corruption from India has now become such a corrupt person who thinks he is above… pic.twitter.com/xozy2pPRFy
— ANI (@ANI) January 3, 2024