Delhi CM અરવિંદ કેજરીવાલને હજી જેલમાં રહેવું પડશે? જેલવાસમાંથી નહીં મળે મુક્તિ, જાણો શા માટે જામીન પર મૂક્યો સ્ટે હાઈકોર્ટે?


  • Published By :
  • Published Date : 2024-06-21 16:30:26

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે . આ જામીન પર સ્ટે મુકવા બદલ એવો તર્ક આપ્યો છે કે , જ્યાં સુધી હાઈકૉર્ટમાં આ જામીન અરજીની સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ જ જામીન નહીં  મળે. 

નીચલી કોર્ટ દ્વારા આપી દેવામાં આવી હતી જામીન! 

અરવિંદ કેજરીવાલ કે જેઓ ૮૧ દિવસથી જેલમાં છે , તેમની પર દિલ્હી લિકર પોલિસીના કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે ત્યારે ગઈકાલે રાઉસ એવલ્યુ કોર્ટ એટલે કે નીચલી અદાલત દ્વારા જામીન મળી ગયા હતા પણ હવે દિલ્હી હાઈકોર્ટે આ જામીન પર રોક લગાવી દીધા છે . એટલે કે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવવા હજી વધારે રાહ જોવી પડશે . 


અરવિંદ કેજરીવાલની જામીન અરજીને ફટકારવામાં આવી

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પેહલા ખુબ ઉત્સાહી હતા પણ હવે આ દિલ્હી હાઈકોર્ટે રોક લગાવતા નિરાશ થઈ ગયા છે. એવી update સામે આવી રહી છે કે ED  એટલે કે enforcment ડિરેક્ટોરેટએ અરવિંદ કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યા છે ત્યારે આ બેલ પર સુનાવણી ચાલુ છે . અને જ્યાં સુધી આ સુનાવણી પુરી નયી થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સ્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મૂકી દેવામાં આવ્યો છે . 



11 વાગ્યે સમાચાર સામે આવ્યા કે...   

વાત આખી એમ છે કે , ૨ જૂનના દિવસે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં પાછાં સરેન્ડર થયા ત્યારે તેમણે પોતાના હેલ્થ ઈસ્યુના આધારે બેલ એપ્લિકેશન નાખી હતી . અને જ બેલ અરજી પર સુનાવણી કરતા rouse avenue કોર્ટના જજ દ્વારા ગઈકાલે દિલ્હી CM અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. આ બાદ આજે ૧૧ વાગ્યે સમાચાર આવે છે કે દિલ્હી હાઈકોર્ટે બેલ પર રોક લગાવી દીધી છે. કારણ કે EDએ આ નીચલી અદાલતની જામીન અરજીને દિલ્હીની વડી અદાલતમાં પડકાર્યા છે.  જ્યાં સુધી હાઈ કોર્ટમાં સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી આ જામીન અરજી પર રોક રહેશે.



સંજય સિંહની સામે આવી પ્રતિક્રિયા

AAP નેતા સંજય સિંહનું એવું કેહવું છે કે જ્યાં સુધી નીચલી અદાલતનો આદેશ નથી આવ્યો તો ED ક્યાં આધારે દિલ્હી હાઈકૉર્ટમાં પહોંચી છે . હવે જોવાનું એ છે કે , દિલ્હી હાઈકૉર્ટમાં આજે સુનાવણી પછી શું થશે . હવે વાત કરીએ ED ની તો તેમણે સ્પેશ્યલ લિવ પિટિશન દિલ્હી હાઈકૉર્ટમાં દાખલ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે , હાલમાં ખુબ મહત્વના મુદ્દાની તપાસ ચાલી રહી છે એટલે અરવિંદ કેજરીવાલને જામીન ના આપી શકાય. આ બાદ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે