દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે... કથિત દારૂકૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તે હાલ તિહાડ જેલમાં છે.... એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે કેજરીવાલ દ્વારા જામીનની અરજી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે સુનવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ અમે ચૂંટણીના કારણે તેમના વચગાળા જામીન પર વિચાર કરી શકીએ છીએ.
અરવિંદ કેજરીવાલને મળી શકે છે રાહત!
અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીનની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને આ સુનાવણી બાદ આમ આદમી પાર્ટીએ થોડી રાહત અનુભવી હશે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. જામીનની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીને કહેવામાં આવ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચ્ચગાળાની જામીન આપવા માટે વિચાર કરી શકે છે...
વચગાળાની જામીન આપવા કોર્ટ કરી શકે છે વિચાર
જામીન આપવા કે નહીં તે કોર્ટ નક્કી કરશે પરંતુ બંને પક્ષોને દલિલ માટે તૈયાર રાખવા કહ્યું છે. મહત્વનું છે કે આ મામલે આગળની સુનાવણી મંગળવારે થવાની છે.. કોર્ટે કહ્યું કે આ મામલો લાંબો ચાલશે તો અમે અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન માટે વિચાર કરીશું. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી.. અનેક કલાકો સુધી પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહીં?