દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની તકલીફ ઓછું થવાનું નામ નથી લઈ રહી પરંતુ મુશ્કેલી વધારે વધી રહી છે.. રાઉઝ એવન્યૂ કોર્ટમાં તેમને આજે હાજર કરવામાં આવ્યા હતા અને તેમની ન્યાયિક હિરાસતની અવધીને વધારવામાં આવી છે. 15 એપ્રિલ સુધી તે ન્યાયિક હિરાસતમાં રહેશે.. દિલ્હીના મુખ્યમંત્રીને તિહાડ જેલમાં રાખવામાં આવશે. ઈડીએ મુખ્યમંત્રીને તિહાડ જેલમાં રાખવા માટે અપીલ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી છે..
21 માર્ચે અરવિંદ કેજરીવાલની ઈડીએ કરી હતી ધરપકડ
કથિત દારૂ કૌભાંડ મામલે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. અનેક વખત પૂછપરછ માટે ઈડીએ સમન્સ તેમને પાઠવ્યું હતું પરંતુ તે હાજર થયા ન હતા જે બાદ ઈડી તેમના ઘરે પહોંચી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. જે વખતે તેમની ધરપકડ કરવામાં આવી તે વખતે તેમના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ તેમજ કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ હાજર હતા.. ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેજરીવાલને 15 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઈડીએ 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માગણી કરી હતી. 15 દિવસ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવશે.
15 એપ્રિલ સુધી વધારવામાં આવી Judicial custody!
રિમાન્ડની અવધી સોમવારે પૂર્ણ થઈ જવાની હતી અને જેને કારણે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ તેમને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જેમાં તેમના રિમાન્ડને 15 દિવસ વધારવામાં આવ્યા છે. રિમાન્ડ વધારીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માગ કરવામાં આવી હતી અને કોર્ટે આનો સ્વીકાર કરી લીધો છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેમના પત્ની સુનિતા કેજરીવાલ લોકો સમક્ષ આવી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે.
ત્રણ પુસ્તક રાખવા માટે કોર્ટમાં કરવામાં આવી અપીલ
મહત્વનું છે કે જ્યારે કોર્ટમાં તેમને હાજર થવા માટે લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે પીએમ મોદી જે કંઈ પણ કરી રહ્યા છે તે બરાબર નથી કરી રહ્યા. મળતી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલના વકીલે જેલની અંદર ત્રણ પુસ્તકો રાખવા માટે અપીલ કરી હતી. જેલમાં રાખવા માટે અરવિંદ કેજરીવાલે ભગવદ્ ગીતા, રામાયણની અપીલ કરી છે. તે ઉપરાંત કેજરીવાલે પત્રકાર નીરજા ચૌધરી દ્વારા લખવામાં આવેલી હાઉ પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ પણ માગી છે. તે ઉપરાંત દવાઓ પણ રાખવા માટે અપીલ કરી છે.