દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થયા ભાવુક! કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું ' આજે મનીષ જીની ખૂબ જ યાદ આવી રહી છે'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 17:05:50

મનીષ સિસોદીયા ઘણા સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જામીન માટે અનેક વખત અરજી કરવામાં આવી છે પરંતુ તેમની અરજીને ખારિજ કરવામાં આવે છે. ત્યારે મનીષ સિસોદીયાને યાદ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા. કેજરીવાલની આંખો ભરાઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું આજે મને મનીષ સિસોદીયાની ઘણી યાદ આવે છે.

 


મનીષ સિસોદિયાને યાદ કરી કેજરીવાલ ભાવુક થયા! 

સ્ટેજ પર સંબોધન કરતી વખતે અનેક વખત નેતાઓ  ભાવુક થઈ જતા હોય છે. અચાનક તેમની આંખો ભરાઈ આવે છે અને તે રડવા લાગે છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને યાદ કરી રડવા લાગ્યા હતા. દરિયાપુર ગામમાં સ્કૂલ ઓફ સ્પેશિયલાઈઝ્ડ એક્સેલન્સના ઉદ્ધાટન પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને કેજરીવાલે યાદ કર્યા હતા. સંબોધન વખતે તેમણે કહ્યું કે આજે મનીષજીની ખૂબ જ યાદ આવી રહી છે. આ બધું તેમનું સપનું હતું. 


ભાજપની સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર!

સંબોધન કરતી વખતે કેન્દ્ર સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે શિક્ષણ ક્રાંતિનો અંત આવે, પરંતુ અમે આવું થવા દઈશું નહીં. તેની શરૂઆત મનીષજી દ્વારા કરવામાં આવી હતી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારૂં શિક્ષણ મળે. આવા સારા માણસને ભાજપ સરકારે જેલમાં ધકેલી દીધા છે. જો તેમણે સારી શાળાઓ ન બનાવી હોત, યોગ્ય શિક્ષણ ન આપ્યું હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલ્દી તિહાર જેલમાંથી બહાર આવશે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..