કેજરીવાલ સરકારમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ બન્યા મંત્રી, રાષ્ટ્રપતિએ સિસોદિયા અને જૈનનું રાજીનામું મંજૂર કર્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 18:15:52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે (7 માર્ચ, 2023) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સલાહ પર AAP ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા. કેજરીવાલે તેમની કેબિનેટમાં નિમણૂક માટે આ બંને ધારાસભ્યોના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.


કોણ છે સૌરભ ભારદ્વાજ અને આતિશી?


સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. કેજરીવાલ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ તે મંત્રી હતા. જ્યારે કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી આતિશી સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી. તેને ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


સિસોદિયા અને જૈનના બદલે મળ્યું સ્થાન


AAPના બીજા ક્રમના નેતા મનીષ સિસોદિયાને રવિવારે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.