દિલ્હી: આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 11:51:39

બિલ્ડીંગ ઘરાશાઈ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેને કારણે જાનહાની પણ સર્જાતિ હોય છે. આવા બનાવમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બની છે. નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડી જતા અનેક મજૂરો ઈજાગસ્ત થયા છે.

  

નિર્માણ પામેલી ઈમારત થઈ ઘરાશાઈ 

અનેક કારણો સર બિલ્ડીંગ ઘરાશાઈ થતી હોય છે. જર્જરિત ઈમારતો તો જર્જરિત થાય છે પરંતુ નિર્માણ પામી રહેલી ઈમારતો પણ ઘરાશાઈ થઈ જતી હોય છે. હાદસા દરમિયાન અનેક લોકોના જીવ પણ જતા હોય છે. નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં મજૂરો કામ કરતા ઘણી વખત ઘાયલ થતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી કન્ટ્રક્શન સાઈટ પર મજૂરો આપણ સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે દિલ્હીના આઝાદના શિશ મહેલ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી 4 માળની ઈમારત પડતા અનેક મજૂરો ફસાયા હતા જેમાંથી અમુક મજૂરોની હાલત ગંભીર છે. તમામ મજૂરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



સ્થાનિકોએ મહેકાવી માનવતા  

હાદસો થતા રેસ્ક્યું ટીમે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ટીમની સાથે આવી મજૂરોનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો પણ આ કાર્યમાં જોડાતા માનવતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું હતું.





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...