Delhi : AAPની સરકાર તોડવા માટે ધારાસભ્યોને BJP આપી રહી છે કરોડોની ઓફર! Arvind Kejriwalએ લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:31:33

એક તરફ બિહારનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ દિલ્હીનું રાજકારણ ગરમાઈ ગયું છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા આતીશી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ તેમના 7 ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી છોડવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે. દિલ્હીના મંત્રી આતિશીએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે બીજેપીએ ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવશે.

   

ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ 2.0!

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. સરકારને તોડવાનો પ્રયત્ન સામાન્ય રીતે કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક ભાજપ કરી રહી છે. તેમને કરોડોની ઓફર આપવામાં આવી રહી છે તેવો આરોપ આતીશી દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. આતીશી દ્વારા તો આવા આરોપ લગાવવામાં આવ્યા પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મામલે એક પોસ્ટ કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ શેર કરી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે જેમાં તે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પોસ્ટમાં કેજરીવાલે લખ્યું છે કે ભાજપ દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. 25 કરોડ આપવાની વાત કરવામાં આવી રહી છે ઉપરાંત ભાજપની ટીકીટ પણ આપવાની વાત કરવામાં આવી છે તેવી પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.