આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ( દિલ્હીના મુખ્યમંત્રી)ના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ મામલે સ્વાતી માલીવાલ દ્વારા પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં અનેક વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે.. એફઆઈઆરમાં તેમણે કહ્યું કે તેમને 7-8 થપ્પડ મારવામાં આવી ઉપરાંત તેમને પેટ પર પણ લાત મારવામાં આવી.
#WATCH | AAP Rajya Sabha MP Swati Maliwal leaves from Delhi's Chittaranjan Park pic.twitter.com/FiNPbnUDBY
— ANI (@ANI) May 17, 2024
સ્વાતી માલીવાલે મામલે ગરમાઈ રાજનીતિ
થોડા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.. પહેલા અરવિંદ કેજરીવાલને કારણે અને હવે સ્વાતી માલીવાલને કારણે.. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતી માલીવાલ દ્વારા અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વાતી માલીવાલ દ્વારા મારપીટનો આરોપ વિભવ કુમાર પર લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆરની કોપી પણ સામે આવી છે.. આ મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે.. ભાજપના અનેક નેતાઓ દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે..
સ્વાતી માલીવાલે નોંધાવી એફઆઈઆર
એફઆઈઆર થયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસની 10 ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આજે કોર્ટમાં સ્વાતી માલીવાલ હાજર થયા હતા તેવી માહિતી સામે આવી છે. સ્વભાવિક રીતે આ મામલે અરવિંદ કેજરીવાલને સવાલ થવાના.. આ મુદ્દો અરવિંદ કેજરીવાલનો પીછો છોડે તેવો નથી.
જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો પ્રશ્ન...
ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.. કેજરીવાલે જવાબ આપવાનો ટાળ્યો હતો અને તેમની બદલીમાં અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે ચર્ચા કરવા માટે બાકીના અનેક ગંભીર મુદ્દાઓ છે. ત્યારે પ્રશ્ન થાય કે શું આ મામલો ગંભીર નથી?