આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ જ નથી લઈ રહી. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર થયા ન હતા. તે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી. તે બાદ આમ આદમી પાર્ટીના નેતા અતિશીને નોટિસ ફટકારવામાં આવી. ત્યારે આજે 10થી વધારે જગ્યાઓ પર ઈડીએ રેડ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અલગ અલગ નેતાઓને ત્યાં રેડ પાડી છે. કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમારને ત્યાં રેડ પાડવામાં આવી છે.
કેજરીવાલના નિજી સચિવને ત્યાં ઈડીના દરોડા!
ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ તપાસ માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત ગયા ન હતા. તે બાદ અતિશીને નોટિસ આપવામાં આવી અને હવે અલગ અલગ મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ પહોંચી છે. અરવિંદ કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘર પર ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.