Delhi : 12 વર્ષના માસૂમ છોકરાનું સિનિયર વિદ્યાર્થીઓએ એવી નિર્દયતાથી માર માર્યો કે બાળક મોતને ભેટ્યો, આ મામલે શું કહ્યું દિલ્હી સરકારે?


  • Published By :
  • Published Date : 2024-01-24 12:34:55

અનેક વખત આપણે રેગિંગના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. શાળામાં, હોસ્ટેલમાં તેમજ કોલેજમાં આવી ઘટનાએ સામાન્ય રીતે બનતી હોય છે જેમાં સિનિયર્સ જુનિયરને હેરાન કરે. આજે આવી જ કંઈક વાત કરવી છે જે દિલ્હીથી સામે આવી છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે સરકારી શાળામાં 12 વર્ષના એક વિદ્યાર્થીની મોત થઈ ગઈ કારણ કે તેને મારવામાં આવ્યો છે. બાળકના પરિવારે એવા આક્ષેપ લગાવ્યા છે કે વિદ્યાર્થીના સિનિયરોએ તેને બહુ માર્યો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં એનું મોત થઈ ગયું.


12 વર્ષના બાળકને માર્યો ઢોર માર!

શાળામાં જ્યારે વિદ્યાર્થી જતો હોય છે ત્યારે તે આશા સાથે જતો હોય છે કે તે ભણીને આગળ આવે. તેનું ભવિષ્ય ઉજ્જવળ બને પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને તેમના સિનિયર્સ માનસિક ત્રાસ આપતા હોય છે કે તેમને માર મારતા હોય છે. આવા ત્રાસને કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોઈ છે ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની છે. 11 જાન્યુઆરીએ એક સરકારી શાળામાં અનેક સિનિયર વિદ્યાર્થીઓએ 12 વર્ષના જૂનિયર સ્ટૂડન્ટને માર માર્યો છે. એ હદે માર્યો કે તેનું મોત થઈ ગયું.


શું કહ્યું મૃતક વિદ્યાર્થીના પિતાએ?

મૃત વિદ્યાર્થીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 11 જાન્યુઆરીએ રોજની જેમ સ્કૂલે ગયો જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ તેને બેરહમીથી માર માર્યો. માર મારવાને કારણે તેને પગમાં વાગ્યું હતું. ઘરે આવીને તેણે પગમાં દુખાવા અંગેની વાત કરી. મેં તેને આ મામલે પૂછ્યું પરંતુ તેણે કઈ કહ્યું નહીં. પરંતુ તે બાદ આ ઘટના અંગે જાણ થઈ. 


ઘટનાને લઈ પોલીસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા, તેની સારવાર કરાવી  તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તેને કોઈ આરામ ન થયો પરંતુ તેની તબિયત ખરાબ થતી ગઈ. બીજી હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ 20 તારીખે તેની મોત થઈ ગઈ. પરિવારના સભ્યોએ આ મામલા અંગે પોલીસને જાણ કરી. પરિવારે એવું પણ કહ્યું કે અમે શાળાએ પણ ગયા હતા, આ ઘટના અંગેની જાણ પણ કરી હતી. સ્કૂલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ  હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 


દિલ્હી સરકારે આ મામલે આપી પ્રતિક્રિયા 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પરિવાર વાળાએ અપીલ કરી છે કે જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે દિલ્હી સરકાર તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલે તપાસ ચાલી રહી છે. દોષિતોને છોડવામાં નહીં આવે તેવી વાત પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે?             



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.