ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં અથડામણ થઈ હતી. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો હતો કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતો. જો કે બાદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું.
After this incident, on 11th Dec the local commander of the area held a flag meeting with his Chinese counterpart under the established system & discussed this incident. The Chinese side was refused all such actions and told to maintain peace at the border: Defence Minister in LS pic.twitter.com/ioLRZWTtKo
— ANI (@ANI) December 13, 2022
રાજનાથસિંહે શું કહ્યું?
After this incident, on 11th Dec the local commander of the area held a flag meeting with his Chinese counterpart under the established system & discussed this incident. The Chinese side was refused all such actions and told to maintain peace at the border: Defence Minister in LS pic.twitter.com/ioLRZWTtKo
— ANI (@ANI) December 13, 2022અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે રાજનાથસિંહે કહ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સાંસદોને આશ્વસ્ત કરતા કહ્યું કે આપણો કોઈ સૈનિક શહીદ થયો નથી કે ગંભીર રીતે ઘાયલ પણ થયો નથી. ચીને સરહદમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતના સૈનિકોએ તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીન સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ચીનને આ પ્રકારની કાર્યવાહી નહી કરવાનું કહેવામાં આવ્યું હતું અને સરહદ પર શાંતિ જાળવવાનું પણ કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજનાથે વધુમાં કહ્યું હતું કે હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે આપણી સેના આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.