ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવી રહી છે. 182 બેઠક માટે મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આજે આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસને ઘણી ઓછી સીટ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત ભાગ લઈ સારૂ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે. ત્યારે ધોરાજી બેઠક પરથી લલિત વસોયાને હારનો સામનો કરવો પડ્યો છે.
લલિત વસોયાએ સ્વીકારી પોતાની હાર
ભાજપને આ વખતે અંદાજીત 150 જેટલી સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20 સીટ મળી છે. આમ આદમી પાર્ટીને 8 સીટો મળી છે જ્યારે અપક્ષને 5 સીટ મળી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ફાળે એકદમ ઓછી સીટો આવી છે. ત્યારે ધોરાજીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોાએ પોતાની હાર સ્વીકારી છે. પોતાનું નિવેદન આપતા લલિત વસોયાએ કહ્યું છે મારી બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટા બેઠક હારી રહ્યો છું.