મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ, 4 ઓગસ્ટએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-21 16:46:00

સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. પૂર્ણેશ મોદીએ કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો છે. જો કે કોર્ટે તેમને માત્ર 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ સ્તરે પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ મોકુફ કરવા યોગ્ય છે કે નહીં? આ કેસની સુનાવણી આગામી 4 ઓગસ્ટના રોજ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા મોકુફીની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. 


રાહુલ ગાંધીએ અરજીમાં શું દલીલ કરી હતી?


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરશે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને દબાવી દેશે.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કહ્યું હતું કે રાજનીતિમાં શુચિતા એ સમયની માગ છે. જનપ્રતિનિધિઓએ તેમની છબી સ્વચ્છ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સજા મોકુફીએ નિયમ નથી. જો કે તે એક અપવાદ છે. આને અપવાદરૂપ મામલામાં જ ઉપયોગ કરવામાં આવે છે. જસ્ટિસ પ્રચ્છકે 125 પાનાના પોતાના ચુકાદામાં કહ્યું હતું  કે રાહુલ ગાંધી પહેલાથી દેશભરમાં 10 કેસનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતીમાં નિચલી કોર્ટનો ચુકાદો ન્યાયસંગત, યોગ્ય અને કાનુની છે.


શું છે સમગ્ર મામલો?


વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ  ગાંધીએ કહ્યું હતું કે 'કઈ રીતે તમામ ચોરોનું ઉપનામ મોદી છે?'  આ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ નોંધ્યો હતો. રાહુલ સામે આઈપીસીની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાયો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?