અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની પૂર્વ સંધ્યા પહેલા દિપોત્સવ મનાવવામાં આવ્યો. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. લાખો દીવાડાની રોશનીથી આખી અયોધ્યા ઝળહળી ઉઠી હતી. ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે જાકમજોળ અયોધ્યામાં કરવામાં આવી હતી તે દ્રશ્યો જોઈ અનેક લોકોની આંખો પહોંળી થઈ ગઈ હશે. પરંતુ ઉજવણી બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને આંખોના ખુણા ભીના થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાં વપરાયેલા તેલને ભરી રહ્યા છે. દીવામાં વપરાયેલા તેલથી તે બાળકોનો પરિવાર રસોઈ બનાવશે અને પોતાનું પેટ ભરશે.
દિવાળી ઉજવણીના હતા મનમોહક દ્રશ્યો
દિવાળીના તહેવારની ઉજવણી આપણા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પરત ફર્યા હતા તે ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવ્યા હતા. અને ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડા પ્રગટાવવાની પરંપરા આપણે ત્યાં શરૂ થયું તેવું માનવામાં આવે છે. અનેક વર્ષો વીતિ ગયા પરંતુ આ તહેવારની ઉજવણી તેવી જ રીતે કરવામાં આવે છે. દીવડાઓ પ્રગટાવામાં આવે છે અને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી દરેક જગ્યાએ ધામધૂમથી થતી હોય છે પરંતુ અયોધ્યા ખાતે કરવામાં આવતી આ પર્વની ઉજવણી અલગ જ હોય છે. લાખો દીવડાને પ્રગટાવવામાં આવે છે. તહેવારની ઉજવણીના દ્રશ્યો એટલા મનમોહક હોય છે એમ થાય કે આ દ્રશ્યો જોતા જ રહીએ!
#WATCH | UP CM Yogi Adityanath performs 'Aarti' during Deepotsav celebrations in Ayodhya. pic.twitter.com/o8yNHOhC83
— ANI (@ANI) November 11, 2023
બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
#WATCH | UP CM Yogi Adityanath performs 'Aarti' during Deepotsav celebrations in Ayodhya. pic.twitter.com/o8yNHOhC83
— ANI (@ANI) November 11, 2023દિપોત્સવની ઉજવણી તો ધામધૂમથી થઈ ગઈ પરંતુ તે બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઈમોશનલ કરી શકે તેવા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાંથી તેલ કાઢી રહ્યા છે પોતાના ઘરે લઈ જવા. આ તેલનો ઉપયોગ કરી તેમનો પરિવાર ખાવાનું ખાશે. આ તેલથી તે બાળકોનો પરિવાર આખું વર્ષ ગુજરાન ચલાવશે!