વડોદરાની દીપક નાઈટ્રેટ કંપનીમાં બીજીવાર આગની ઘટના, કંપની સામે થયા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 20:58:36

વડોદરાના નંદેસરી વિસ્તારમાં છાણી રોડ પર આવેલી 50 વર્ષ જૂની દીપક નાઈટ્રેટ કંપનીમાં ગઈકાલે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ નંદરેસરી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. દીપક નાઈટ્રેટ કંપનીમાં સોડિયમ નાઈટ્રેટ કેમિકલનો કાચો માલ, એમોનિયા વગેરે રખાય છે. 


બીજીવાર આગની ઘટના


દીપક નાઈટ્રેટમાં આ બીજીવાર આગનો બનાવ બન્યો છે, આ ઘટનામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. જો કે એક સવાલ અહીં એ ઉઠે કે એક વાર બનેલી ઘટનાથી દીપક નાઈટ્રેટ કંપનીના ચેરમેન દીપક મેહતાએ કોઈ શીખ કેમ લીધી નહીં? દીપક નાઈટ્રેટ ખાલી વડોદરામાં જ નથી ઓપરેટ કરતી. દુનિયાના અનેક દેશોમાં પણ દીપક નાઈટ્રેટની સર્વિસ વિસ્તરેલી છે. કંપનીની વેબસાઈટમાં કંપની વિશે વન ઓફ ધ ફોર્ટી ગ્રુપ ઈન ઈન્ડિયા સર્ટિફાઈડ વીથ રિસ્પોન્સિબલ કેર લખાયું છે. જો કે વિવિધ પ્રકારની 56થી વધુ સેવા આપતી દીપક નાઈટ્રેટને હાલ બીજી આગની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.


અગાઉ પણ બની હતી આગની ઘટના


દીપક નાઈટ્રેટ કંપનીમાં અગાઉ પણ જુન 2022માં બોઈલર ફાટવાની ઘટના બની હતી. તે વખતે ત્રણ બ્લાસ્ટ થયા હતા. જેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગ લાગતા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ બનાવ્યો અને હેડ ઓફિસમાં મોકલાવ્યો હતો. પર્યાવરણને નુકસાન મામલે દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરાઈ હતી. 2022માં દીપક નાઈટ્રેટ કંપનીનું ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પ્રોડક્શન બંધ કરાવ્યું હતું. વિસ્ફોટ થતાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ મંગાયા હતા. દીપક નાઈટ્રેટ જૂની ઘટનામાંથી કોઈ બોધપાઠ નથી લીધો ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર આગ લાગવાની ઘટના પર તપાસ કરવા કંઈ કરશે કે નહીં તે જોવાનું રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?