સોમવારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. જામીન માટે રાખવામાં આવી શરત અનુસાર તે નર્મદા જિલ્લાની હદમાં એન્ટર નહીં કરી શકે. ચૈતર વસાવાનો કેસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. આ શરતે જામીન તેમને આપવામાં આવી છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે ચૈતર વસાવા જેલમાં રહેશે કારણ કે તેમના પત્ની શકુન્તલાબેન વસાવાને જામીન નથી મળ્યા. સજોડે બહાર આવશે તેવી માહિતી સામે આવી છે જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં રહેશે.
કોર્ટે ચૈતર વસાવાને આપ્યા હતા શરતી જામીન
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે. સોમવારે ધારાસભ્યને જામીન મળતા કાર્યકર્તાઓમાં આનંદ હતો, આદિવાસી સમાજના લોકોમાં પણ ઉત્સાહ હતો પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે જામીન મળવા છતાંય ચૈતર વસાવા બહાર નથી આવવાના. કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. શકુન્તલા વસાવા જેલમાં છે જેને કારણે ચૈતર વસાવા પણ જેલમાં જ રહેશે તેવી માહિતી સામે આવી છે.
શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન
જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવાની છે તેવી માહિતી સામે આવી છે. આવતીકાલે એટલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં શકુન્તલા બેન વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 40 દિવસ બાદ કોર્ટે શરતી જામીન આપ્યા છે. પરંતુ તે જેલની બહાર નહીં આવે કારણ કે તેમના પત્નીને જામીન મળ્યા નથી. ચૈતર વસાવાના પત્ની શકુન્તલાબેન પણ જેલમાં બંધ છે અને તેમના જામીન અરજી પર કાલે સુનાવણી થવાની છે. પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા સજોડે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી છે.