Dediyapadaના MLA Chaitar Vasava Dahod પહોંચ્યા પીડિત પરીવારને મળીને શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-26 16:33:11

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.. મોડી રાત્રે પણ દીકરીઓ ઘરની બહાર નીકળી શકે છે.. પરંતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈ થાય કે દીકરીઓ હવે સુરક્ષિત નથી.. અનેક કિસ્સાઓ એવા છે જેમાં દીકરીની આસપાસના લોકો તેને હવસનો શિકાર બનાવે છે.. અનેક ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચાઓ થાય છે જ્યારે અનેક ઘટનાઓ એવી હોય જેની ચર્ચાઓ થતી હોય છે. તેમાની એક ઘટના છે દાહોદની ઘટના.. 6 વર્ષની બાળકીને તેની જ શાળાના આચાર્યે જબરદસ્તી કરવાની કોશિશ કરી. દીકરી બૂમો ના પાડે એટલા માટે આચાર્યે તેને મોતને ઘાટ ઉતારી દીધી.. 

જ્યારે જમાવટની ટીમ મૃતકના પરિવારને મળી હતી 

આ પરિવાર સાથે અનેક લોકોની સંવેદના છે.. બાળકીને ન્યાય મળે તેવી પરિવારજનોને આશા છે.. જમાવટની ટીમ જ્યારે મૃતક બાળકીના ઘરે ગઈ હતી ત્યારે તેના માતા પિતાએ એક જ વાત કરી હતી અમને ન્યાય જોઈએ.. આચાર્યને ફાંસી થવી જોઈએ તેવી તેમની માગ હતી.. મૃતકના પરિવારને મળવા માટે અલગ અલગ રાજનેતાઓ જઈ રહ્યા છે. ચૈતર વસાવાએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારને ન્યાય મળે તેવી વાત કરી હતી.. 


ભાજપ પર ચૈતર વસાવાએ સાધ્યું નિશાન 

નિવેદન આપતા એક વાત કરી જેની પણ ચર્ચા થઈ રહી છે.. નિવેદનમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના વિશે ગુજરાતના અનેક મંત્રીઓએ ટ્વિટ કરી હતી પરંતુ દાહોદમાં બનેલી ઘટના વિશે વાત નથી કરી. ના તો ટ્વિટ કરી છે. મુખ્યમંત્રીએ પણ પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી હતી, પરંતુ આ મુદ્દે તેમણે પણ ટ્વિટ નથી કરી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અનેક લોકો એવા હોય છે જે થોડું હાંસલ કરી છે પછી આગળ નથી વધતા.. ગતિમાન નથી રહેતા.. જીવનમાં તોફાનો હોય છે પરંતુ તેનાથી કેવી રીતે ઝઝુમવું તેની ખબર નથી હોતી.

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે..

દાહોદમાં 6 વર્ષની બાળકીને આચાર્યએ 6 વર્ષની બાળકી સાથે જબદસ્તી કરવાની કોશિશ કરી. આચાર્યે બાળકીને મોતને ઘાટ ઉતારી. પરિવારની માગ છે કે તેમને ન્યાય જોઈએ. ત્યારે ચૈતર વસાવા પરિવારને મળવા માટે પહોંચ્યા હતા.

અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોઝો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.