ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી, શું હતો સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2023-05-24 19:11:55

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વર્ષ 2021 માં થયેલા ઝગડા મામલે કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવા સહિત 10 લોકોને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે થયેલા ઝગડા મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે તે સમયે ચૈતર વસાવા BTPના યુવા નેતા હતા.


સમગ્ર  મામલો શું હતો?


ગત વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવા એ ચૈતર વસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021 ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયાના અન્ય 6 સવારે માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા. એ સમયે ચૈતર વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાંઆવી બુમો પાડી કહ્યું હતું કે “આ વખતે સરપંચની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે. તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. તેમની સાથેના ટોળાના માણસ હોય એમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.


સજા ભોગવવી પડશે નહીં 


ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 શ્ખ્સોને નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી, જજ આર.એન.જોશીએ ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. જો કે ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમો ને સજા ભોગવવા ની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000/- ના જાત જામીન આપવાનાં અને દંડ ની રકમ 15 દિવસ મા કોર્ટ માં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો હતો.


આ લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ


ચૈતર વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિત ના લોકોએ તાપણું કરવા બેસેલા અન્ય ને પણ ગડદા પાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...