ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન ઘણા સમય પહેલા મળી ગયા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા ન હતા. ચૈતર વસાવાના પત્નીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે. આજે સુનાવણી થવાની છે. ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે તેવી માહિતી સામે આવી છે. 10 વાગે તે જેલ મુક્ત થવાના છે.
10 વાગે જેલની બહાર આવશે ચૈતર વસાવા
વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્યના પત્ની શકુન્તલા વસાવા સહિત 9 લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને તો શરતી જામીન મળી ગયા પરંતુ બીજા અનેક લોકોને જામીન મળવાના બાકી છે. તેમના પત્નીના જામીન અંગેની સુનાવણી આજે થવાની છે. આજે 10 વાગે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે. ધારાસભ્ય જેલની બહાર ક્યારે આવશે તેની રાહ તેમના સમર્થકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.
શકુંતલા વસાવાના જામીન અરજી પર આજે થશે સુનાવણી
ધારાસભ્ય બહાર આવવાના છે તેના ભાગરૂપે અનેક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં શકુંતલાબેન સહીત ત્રણ લોકોની જામીન માટેની અરજી પર સુનવણી થશે અને જો નામદાર કોર્ટ જામીન મંજુર કરશે તો ચારેય જેલમાંથી મુક્તિ મળતા લોકો સમક્ષ આવશે. સંભવિત રીતે ધારાસભ્યના પત્ની શકુંતલાબેન તેમના પી.એ. અને ખેડૂત મિત્ર ત્રણના જામીન મંજૂર થાય અને ડેડીયાપાડા કોર્ટમાં બીડું લઈને જિલ્લા કોર્ટમાં પરત આવે ત્યાં સુધીમાં સાંજ પડી જાય એટલે એકલા ધારાસભ્ય ચૈતર વસાવા વહેલા 10 કલાકે પણ પોતાનું જામીન અંગેનું બીડું જિલ્લા કોર્ટમાં જમા કરાવી નીકળી શકે છે.
જિલ્લામાં વધારાઈ સુરક્ષા!
આજે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો સ્વાગત માટે પહોંચવાના છે. ચૈતર વસાવા શરતી જમીન પર છૂટયા છે એટલે કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હદપાર જવાનું હોય છે. કાર્યકરોએ મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો છે અને નર્મદામાં જેટલા કલાક રહેવાનું હોય એમાં દેવમોગરા માતાજીના મંદિરના દર્શન કરવા જવાના છે અને કાર્યક્રરોને મળીને હદપાર જવા રવાના થશે. નર્મદા પોલીસ પણ આને લઈ એલર્ટ થઈ ગઈ છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેલમાંથી બહાર આવીને ધારાસભ્ય શું કહે છે તેની પર સૌ કોઈની નજર છે.