ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તેમને શરતી જામીન મળ્યા છે પરંતુ તેમના પત્નીને જામીન નથી મળ્યા, પત્નીને જામીન ન મળવાને કારણે ચૈતર વસાવા જામીન મળ્યા બાદ પણ જેલમાં છે. ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત સામે આવતા હોય છે. જેલમાંથી તેમણે પોતાના સમર્થકોને સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે. આ બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા અઠવાડિયે જેલમાંથી બહાર આવી શકે છે. એવી માહિતી સામે આવી છે કે પહેલી તારીખે ચૈતર વસાવા બહાર આવી શકે છે.
ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર!
ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આની ચર્ચાઓ થતી હોય છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. પોલીસ ફરિયાદ થઈ તે બાદ થોડા સમય માટે ધારાસભ્ય ફરાર થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તેમણે સરેન્ડર કર્યું હતું. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ ત્યાં હાજર હતા.
શકુન્તલા વસાવાને નથી મળ્યા જામીન!
જેલમાં રહીને ચૈતર વસાવાએ અનેક વખત સંદેશો મોકલાવ્યો છે. લોકસભા ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત જ્યારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા તે વખતે તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. જેલમાં ચૈતર વસાવાની પત્ની પણ છે. ચૈતર વસાવાને શરતી જામીન મળી ગયા છે પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. જામીન અંગેની સુનાવણી આગામી દિવસોમાં થવાની છે. જેને કારણે જામીન મળ્યા બાદ પણ ચૈતર વસાવા જેલમાં છે. ચૈતર વસાવા અઠવાડિયામાં બહાર આવશે તેવી માહિતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી છે.
લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાએ મોકલાવ્યો સંદેશ!
યુવરાજસિંહ ચૈતર વસાવાને મળવા માટે પહોંચ્યા હતા તે વખતે ચૈતર વસાવાએ તેમના સમર્થકોને સંદેશ આપ્યો છે. તેમણે સંદેશો મોકલાવ્યા હતા કે હું આવતા અઠવાડિયે જેલમાંથી બહાર આવું છું. તમે લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાવ. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં ચૈતર વસાવાના પત્નીએ તેમજ તેમના સમર્થકોએ રેલી કાઢી છે.