ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ ભ્રષ્ટાચારને લઈ સરકાર સામે મોરચો ખોલ્યો! સરકાર પર આકરા પ્રહાર કરતા શું કહ્યું સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-17 09:41:21

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ખોખલો કરી નાખે છે. અને જયારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય તો તો પછી કહેવું જ શું. આખી સિસ્ટમને અંદરથી કોરી ખાય છે. નાગરિકો પાયાની સવલતોથી વંચિત રહે છે અને વિકાસ ગામના છેવાડા સુધી નથી પહોંચી શકતો. ગુજરાતના આદિવાસી વિસ્તારો અગાઉથી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પણ નથી પહોંચી.. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ  ભ્રષ્ટાચારને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે . 

ભ્રષ્ટાચારને લઈ ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર  

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ છોટાઉદેપુરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી છે . તે દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે, આ વિસ્તારમાં જે પણ રોડ રસ્તા બન્યા છે તે એક જ વર્ષમાં પહેલા વરસાદમાં ધોવાઈ ગયા છે . નાળાઓ પણ તૂટી ગયા છે. જ્યારે આ કરોડો રૂપિયા ખર્ચીને રસ્તાઓ બનાવવામાં આવતા હોય ત્યારે , સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની મીલીભગત હશે ત્યારેજ આ રસ્તાઓનું ધોવાણ થાય છે. 



નલ સે જલને લઈ ચૈતર વસાવાએ કહી આ વાત

વધુમાં કહ્યું કે સરકારની ''નલ સે જલ '' યોજનાની પણ ફરિયાદ આવી છે. સામાન્ય નાગરિકને જરૂરી હોય એવા જાતિના દાખલા હોય કે પછી આવકના દાખલા હોય અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ઉલ્લેખનિય છે કે નલ સે જલ યોજનામાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે કારણ કે અનેક ઘરો એવા છે જ્યાં નળ છે તો પાઈપલાઈન નથી, પાઈપ લાઈન છે તો નળ નથી અને જ્યાં બધુ જ છે તો ત્યાં પાણી નથી. 



થોડા સમય પહેલા દારૂને લઈ અનેક વીડિયો કર્યા હતા વાયરલ

AAP MLA ચૈતર વસાવા અવાર નવાર સરકારને આડે હાથ લેતા રહે છે . આ અગાઉ તેમણે ભરૂચમાં દારૂબંધી કાયદાના કેવી રીતે ધજાગરા ઉડે તે બતાવવા માટે અનેક વીડિયો  વાયરલ કર્યા હતા. પોલીસ અધિકારીઓ પર તો કટાક્ષ કર્યો પરંતુ તેમણે ભાજપનું પણ નામ લીધું હતું.  હપ્તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત છેક , BJP કાર્યાલય કમલમ સુધી પહોંચે છે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે એ વાતનો આપણે અસ્વીકાર નહીં કરી શકીએ કે આદિવાસી વિસ્તારો. અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત છે, પાયાની સુવિધાથી વંચિત છે..    

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?