ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તે ક્યારે બહાર આવશે તે સમાચાર જાણવામાં ઘણા બધા લોકોને રસ હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે એટલે 30 જાન્યુઆરીએ ચૈતર વસાવાના વકીલે કોર્ટમાંથી જામીનનું બીડું લીધું છે. ત્યારે હવે સવાલ એમ થાય કે ચૈતર વસાવા તેમની પત્ની સાથે બહાર આવવાના હતા તો તેમની પત્નીને ક્યારે જામીન મળશે અને ક્યારે બંને જેલમથી બહાર આવશે. એવી માહિતી સામે આવી છે કે આવતી કાલ સવારે 10 વાગે તે જેલની બહાર આવશે.
ચૈતર વસાવાને તો જામીન મળી ગયા છે પરંતુ...
ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી હવે આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થવાની છે. ઉલ્લેખનીય છે કે, વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીને જામીન મળી ગયાં છે જયારે 3 ને હજી જામીન મળ્યાં નથી. શકુંતલા વસાવાની જામીન અરજી આ પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને પાછી ખેંચીને પછીથી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
પહેલી ફેબ્રુઆરીએ ચૈતર વસાવા બહાર આવે તેવી શક્યતાઓ
એટલે કદાચ ચૈતર વસાવા એવી આશા રાખીને બેઠા છે કે 1 ફેબ્રુઆરીએ તેમની પત્ની અને આ કેશ સાથે જોડાયેલા બીજા લોકોને પણ જામીન મળી જશે. એટલે કે ભલે વકીલે જામીનનું બીડું લીધું હોય પણ ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીએ જેલની બહાર આવશે તેવી શક્યતાઓ છે.
ભરૂચ બેઠકનું ગરમાયું રાજકારણ!
તો બીજી તરફ ગુજરાતમાં અને ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે કારણ કે, ભરૂચ લોકસભા સીટ પર આમઆદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને ભાઈ બહેન આમને સામને આવશે તેવી ચર્ચાઓ થઇ રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડશે એ તરફ પણ સૌ કોઈની નજર છે કારણ કે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વખતે સાંસદ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ નહીં આપવામાં આવે.