આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ભલે જેલમાં છે પરંતુ તેમના સમાચાર પ્રતિદિન સામે આવતા હોય છે જેને લઈ તેઓ હંમેશા સમાચારોમાં રહે છે. એવું માનીએ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના તારણહાર છે ગુજરાત માટે તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત ડેડીયાપાડામાં રેલી કાઢવામાં આવે છે તો કોઈ વખત એવા મેસેજ સામે આવે છે કે લોકસભાની ચૂંટણી ચૈતર વસાવા લડવાના છે. આ બધા વચ્ચે ડેડીયાપાડા આપના પ્રભારી તેજસ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોસ્ટર વહેંચી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી લડશે ચૈતર વસાવા
જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભરૂચ લોકસભા સીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકસભા વખતે વસાવા Vs વસાવાની જંગ જોવા મળી શકે છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ અનેક વખત તેમના સંદેશા સામે આવે છે. થોડા સમય પહેલા એવી માહિતી સામે આવી હતી કે લોકસભા ચૂંટણી ચૈતર વસાવા ગમે ત્યાં કેમ ન હોય પરંતુ તે લડવાના છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કામ પર લાગી જવા માટે કહી દેવાયું છે.
આપએ એસટી બસ ડેપોમાં કર્યું પેમ્પ્લેટનું વિતરણ
ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમના કાર્યકર્તાઓ તેમના વતી કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલી પણ કાઢી હતી. લોકસભા ચૂંટણી આપના ધારાસભ્ય લડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે આપે ડેડીયાપાડામાં આપના દ્વારા નવું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્વારા પેમ્પ્લેટ આપવામાં આવી રહ્યા છે જેમાં ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામો હોય તે દર્શાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડા આવી રહ્યા છે જ્યાં તેઓ રેલીને સંબોધિત કરવાના છે.