આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા સમય પહેલા શરતી જામીન મળ્યા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા. શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને લઈ ચૈતર વસાવા પણ જેલમાં રહ્યા હતા. 40થી વધારે દિવસો સુધી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં રહ્યા હતા ત્યારે આજે તે જેલમુક્ત થયા છે. મોટી સંખ્યામાં ધારાસભ્યને લેવા માટે તેમના સમર્થકો જેલ બહાર આવ્યા હતા. ઈસુદાન ગઢવી પણ ડેડીયાપાડા હાજર હતા.
ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી પોલીસ ફરિયાદ
આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. લોકસભા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા. વનકર્મીને માર મારવા તેમજ હવામાં ફાયરિંગ કરવાનો ગુન્હો ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો.
ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ સહિત સમર્થકો છે ઉપસ્થિત!
ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી કેસ થયો ત્યારથી તે ફરાર હતા. પરંતુ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ તે હાજર થયા અને તે વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. થોડા દિવસો પહેલા ચૈતર વસાવાને જામીન મળી ગયા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન ન મળ્યા હતા જેને કારણે તે પણ જામીન મળવા છતાંય જેલમાં હતા. ચૈતર વસાવાના પત્નીના જામીન અંગેની અરજીની સુનાવણી આજે થવાની છે. આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. વર્ષા વસાવા, ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિત ચૈતર વસાવાના સમર્થકો ધારાસભ્યના સ્વાગત માટે હાજર હતા.