ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાથમાં પાવડો લઈને નેશનલ હાઈવેના ખાડા પૂરવા પહોંચ્યા, જુવો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-31 12:20:03

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા દેખાવવાની શરૂઆત થઈ જતી હોય છે. સામાન્ય વરસાદમાં કોઈ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે તો કોઈ વખત મસમોટો ભૂવો પડેલો આપણને જોવા મળે છે. અનેક વખત ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળતું હોય છે. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે સામાન્ય નાગરિકો રોષે ભરાય છે. રસ્તા પર ખાડાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ શરીરને પણ નુકસાન થાય છે. ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને પૂરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દેખાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા નર્મદા જિલ્લાથી પસાર થતાં રસ્તા પર પડેલા ખાડાને પૂરવાની કામગીરી ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.   

ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે પૂર્યા રસ્તા પરના ખાડા

રસ્તાની હાલત શું છે તે વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. નવો રસ્તો બન્યો હોત તો પણ તેમાં ખાડાઓ જોવા મળતા હોય છે. આપણી સામે એવા અનેક રસ્તાઓના દાખલા છે જેમાં રસ્તાઓ પર ખાડા વધારે અને સારો રસ્તો ઓછો દેખાય છે. રસ્તા પર પડતાં ખાડા તો સામાન્ય માણસને જ દેખાય છે સત્તાપક્ષમાં બેઠેલા નેતાઓેને, તેમના પ્રવક્તાઓને નથી દેખાતા. ખાડાને કારણે મુશ્કેલી પણ સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આપણે ત્યાં કહેવત છે કે અપના હાથ જગન્નાથ, અર્થાત બીજાના ભરોસે નહીં પરંતુ જાતે જ કામ કરી લેવાનું. ત્યારે આવું જ કંઈક ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે. રસ્તા પર પડેલા ખાડાને દૂર કરવા ચૈતર વસાવાએ અને તેમની ટીમે હાથમાં પાવડો લીધો, અને રસ્તા પર પડેલા ખાડાને પૂરવાનું કામ શરૂ કર્યું. 


જો રસ્તાની હાલત નહીં સુધરે તો....!

આ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાને કારણે રોડ પર ખાડા પડ્યા છે. સરકારનું આ ભ્રષ્ટાચાર પર ધ્યાન આવે તે માટે ખાડા પુરવાનું અભિયાન શરૂ કરાયું છે, પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો અહીંથી પસાર થતા મોટા વાહનો માટે રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરીશું. મહત્વનું છે કે મોટા મોટા શહેરો પણ ખાડાથી બાકાત નથી. મેટ્રો શહેરોના રસ્તાઓ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ખાડા તો હોય જ છે પરંતુ અનેક વખત મસમોટા ભૂવા પણ પડતા હોય છે જેને કારણે સામાન્ય માણસને આવનજાવનમાં બહું મુશ્કેલીનો સામનો કરવો પડે છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...