બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે.. બાળકો આગળ વધશે તો સમાજ આગળ વધશે.. અને સમાજ આગળ વધશે તો દેશ આગળ વધશે... અનેક શાળાઓ એવી છે જ્યાં આજે પણ એક જ શિક્ષક છે.. અરવલ્લીથી સમાચાર સામે આવ્યા જેમાં અનેક સરકારી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ ત્યાં ના હતા. શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે, ખરાબ લાગશે પરંતુ આ કડવી વાસ્તવિક્તા છે..
અરવલ્લીમાં અનેક સરકારી શાળાઓ કરવામાં આવી બંધ!
ગામડાઓના બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકને કારણે ચાલી રહી છે.. અનેક ગામોમાં શાળાઓ બંધ કરવામાં આવી. 20થી ઓછા વિદ્યાર્થીઓ હતી તેવી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસાના સાકરીયા કંપા,કરશનપુરા કંપા, મુન્શીવાડામાં ધો 1થી 5 વર્ગ બંધ કરવામાં આવ્યા છે. બાયડ તાલુકાના બાદરપુરા,વટવટીયા શાળા બંધ કરવામાં આવી છે..
સરકારી શાળામાં શું કામ ભણવા નથી આવતા બાળકો?
તે ઉપરાંત માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર 6 થી 7 શાળા બંધ કરવામાં આવી છે. ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપા પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.. મહત્વનું છે કે આજે એવી અનેક સરકારી શાળાઓ હશે જે રામ ભરોસે ચાલતી હશે.. ગામડાઓમાં બાળકો તો હોય છે પરંતુ સરકારી શાળામાં ભણવા માટે બાળકો આવતા નથી. શું એટલી ખરાબ હાલત થઈ જઈ છે સરકારી શાળાની કે લોકો પોતાના બાળકોને ત્યાં ભણાવાનું પસંદ નથી કરતા..
બાળકોના અભાવથી કરવામાં આવી શાળાને બંધ!
મહત્વનું છે કે જ્યારે કોઈ પણ શાળા બંધ થાય છે ત્યારે ત્યાં ભણતા બાળકોનો વિદ્યાભ્યાસ બંધ થાય છે.. આગળ વધવાની તકો બંધ થાય છે. સવાલ થાય કે સરકારી શાળામાં સુવિધાઓ ના મળતી હોવાથી લોકો પ્રાઈવેટ શાળામાં જવાનું પસંદ કરે છે? મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..