છેલ્લા ઘણા સમયથી રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના વિધાનસભામાં પણ રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ હતી. ત્યારે આજે સંસદની કાર્યવાહીનો આજે અંતિમ દિવસ છે. આજે એટલે કે શનિવારે લોકસભામાં અયોધ્યા રામ મંદિર પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં રામ મંદિર વિશેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે...જેઓ ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા થાય છે. કોંગ્રેસ આજે આ દેશમાં આ પરિસ્થિતિમાં છે કારણ કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા..."
અમે તારીખ જાહેર કરી અને રામ મંદિરનું નિર્માણ કર્યું - અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રામ મંદિરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કેરામમંદિર અમારા માટે આસ્થાનું કેન્દ્ર હતું, છે અને હંમેશા રહેશે, પરંતુ જે લોકો સવાલો ઉઠાવતા હતા કે ભાજપ કહે છે કે ભગવાન રામ આવશે પણ અમને તારીખ નથી કહેતા... અમે તારીખ જાહેર કરી અને રામમંદિરનું નિર્માણ કર્યું. ..”