હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો હાર્ટ એટેક આવવાથી મોતને ભેટી રહ્યા છે. હરતા-ફરતા ફિટ લાગતા લોકો ઉપરાંત સ્પોર્ટસ રમતા લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે હૈદરાબાદમાં એક યુવક બેડમિન્ટન રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક હાર્ટ એકેટ આવ્યો અને તેનું મોત થઈ ગયું. પરિવારના જણાવ્યા મુજબ ઓફિસ પૂરી કર્યા બાદ શ્યામ બેડમિન્ટન રમવા જતો હતો અને મંગળવાર સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી.
હાર્ટ એટેકના પ્રમાણમાં થયો છે વધારો
કોરોના બાદ હાર્ટ એકેટ આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એકેટનો ભોગ ન માત્ર વડીલો બની રહ્યા છે પરંતુ યુવાનો પર પણ હાર્ટ એકેટનું જોખમ તોડાઈ રહ્યું છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અચાનક હાર્ટ એકેટ આવવાને કારણે માણસ ઢળી પડે છે અને મોતને ભેટે છે. અનેક વખત સ્પોર્ટસ રમતી વખતે આવી ઘટનાઓ બની રહી છે. બેડમિન્ટન રમતી વખતે એક યુવકનું મોત થયું છે તેવી ઘટના હૈદરાબાદમાં બની છે. એક વ્યક્તિને બેડમિન્ટન રમતી વખતે હાર્ટ એકેટ આવ્યો અને તે કાળનો કોળિયો બની ગયો. મંગળવાર સાંજે લગભગ આ ઘટના બની હતી. જેમાં હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ડાન્સ કરતા કરતા યુવકનું થયું મોત
થોડા દિવસ પહેલા પણ આવો હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવક સંબંધીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો તે દરમિયાન તે અચાનક પડી ગયો અને તેનું મોત થઈ ગયું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવક ડાન્સ કરી રહ્યો હતો અને આસપાસ ઉભેલા લોકો તાળી પાડી રહ્યા હતા. પરંતુ અચાનક ડાન્સ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો. તે સિવાય વધુ એક કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. પીઠીની વિધી ચાલી રહી હતી તે દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું મોત થઈ ગયું. સતત વધતા હાર્ટ એટેકના કેસને લઈ ચિંતા વધી રહી છે. કોણ ક્યારે કાળનો કોળિયો બનશે તે જાણવું અશક્ય છે.