કેન્દ્ર સરકારની સુપ્રીમમાં મોટી જાહેરાત, ફાંસીની સજાને બદલે મોતની ઓછી પીડાદાયક પધ્ધતી અપનાવાશે


  • Published By :
  • Published Date : 2023-05-02 14:45:44

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે ફાંસીની સજાને મૃત્યુદંડમાં ફેરવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રએ કહ્યું કે તે આ માટે નિષ્ણાતોની સમિતિની રચના પર પણ વિચાર કરી રહી છે, જે મૃત્યુદંડ આપવાની હાલની વિવિધ પદ્ધતિઓની તપાસ કરશે.


ઉનાળું વેકેશન પછી થશે સુનાવણી


ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાણીની આ રજૂઆતની નોંધ લીધી હતી. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પેનલ માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે અને તેઓ થોડા સમય પછી આ મુદ્દે વધુ વિગતો આપશે. આ અંગે બેંચે કહ્યું, કે "એટર્ની જનરલે સમિતિમાં નિમણૂકો પર વિચાર કરવાનું કહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, અમે ઉનાળાની રજાઓ પછી તેની સુનાવણી માટે નિશ્ચિત તારીખ આપીશું."


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માગ્યા હતા સુચનો


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 21 માર્ચે કહ્યું હતું કે તે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવા પર વિચાર કરી શકે છે. આના પર કોર્ટે કેન્દ્રને ફાંસીની સજાની અલગ-અલગ પદ્ધતિઓ પર વધુ સારી માહિતી આપવાની માંગ કરી હતી. આ કેસમાં એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ 2017માં જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે ફાંસીની સજાને બદલે મૃત્યુની કેટલીક ઓછી પીડાદાયક રીત પર વિચાર કરવો જરૂરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?