કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4 ટકાનો થશે વધારો, 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-07-17 15:13:19

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધારો થવાનો છે, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલા જાન્યુઆરીથી જુન સુધી અને બીજી જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે હોય છે. વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેથી તે વધીને 42 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર સરકારે ડીએ વધાર્યા બાદ રાજ્ય સરકારે પણ પોતાના રાજ્યોમાં ડીએ વધારે છે. તાજેતરમાં જ અનેક રાજ્યોએ ડીએમાં વધારો કર્યો છે. હવે બીજા છ માસીક માટે કેન્દ્ર સરકાર ડીએ વધારાની જાહેરાત કરવાની છે.


DAમાં 4 ટકા જેટલો થશે વધારો


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી ઈન્ડસ્ટ્રીય વર્કર્સના મોંઘવારીમાં વૃધ્ધાના આધાર પર થાય છે. આ જ કારણે આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલી વૃધ્ધીનું અનુમાન છે. આ સાથે જ ડીએ વધીને 46 ટકા થઈ જશે. કેટલાક મીડિયા રિપોર્ટસ મુજબ સરકાર સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં DA વધારાની જાહેરાત કરી શકે છે.


69.76 લાખ પેન્શનર્સને થશે ફાયદો


મોંઘવારી ભથ્થા (DA) સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત (DR)પેન્શનર્સને આપવામાં આવે છે. સત્તાવારા આંકડા મુજબ, દેશમાં 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે. ત્યાં જ, 69.76 લાખ પેન્સનર્સ છે, DAમાં વધારો થવા પર આ તમામ લોકોને ફાયદો થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?