ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો, 9.38 લાખ લોકોને મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-23 21:49:39

ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે, રાજ્ય સરકારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે  8 ટકાનો વધારો કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 01-07- 2022થી 4 ટકા અને તારીખ 01-01-2023થી 4 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટેના હિતકારી નિર્ણયથી કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. ગુજરાતના લગભગ 9.38 લાખ કર્મચારીઓ-પેન્શનર્સને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઇએ પણ અગાઉ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે.


કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું


રાજ્ય સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. 


4,516 કરોડનું નાણાંકીય ભારણ વધશે


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તા-01-07-2022 તથા તા.01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. વળી આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાંકીય ભારણ વધશે.


કર્મચારીઓમાં હતો ભારે અસંતોષ


કેન્દ્ર સરકાર દ્વારા હાલ જે ભથ્થું આપવામાં આવે છે એમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડી તેને લઈ રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી હતી. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે એવી કર્મચારીઓએ માગણી કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?