મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, પરિવારનો રેપ વિથ મર્ડરનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-22 14:57:44

મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સાંજે મહીસાગર નદીમાંથી મળેલો આ મૃતદેહ કોઈ યુવતીનો હોવાનું  જાણવા મળ્યું છે. ઘટનાના સમાચાર મળતા જ બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા. 


મેળામાંથી ગુમ થઈ હતી યુવતી 


પરિવારજનો પાસેથી મળેલી જાણકારી મુજબ આ 19 યુવતી 4 દિવસ અગાઉ કારંટા ગામે ઉરસના મેળામાંથી યુવતી ગુમ થઈ હતી. ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે બાકોર સી એચ સી ખાતે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બાકોર પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. 


પરિવારજનોનો રેપ વિથ મર્ડરનો આરોપ


મૃતક યુવતીના અકાળ મોતને લઈને પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ છે. સમગ્ર પંથકમાં પણ રોષનો માહોલ છે. પરિવારજનોએ યુવતીના મોત અંગે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા યુવતી પર પહેલા દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...