લ્યો બોલો! સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ ગાયબ, પરિવારે હોબાળો મચાવતા તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2023-09-22 21:09:27

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં બધુ રામ ભરોસે ચાલે છે તે બાબતથી સૌ કોઈ વાકેફ છે પણ  હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી  મૃતદેહ જ ગાયબ થઈ જાય તે કેવી રીતે બની શકે? હા, આવું બન્યું છે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલમાં, સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માગ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો અને એ મૃતદેહની અંતિમવિધિ પણ થઈ ગઈ છે. સ્ટાફનો આ જવાબ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

 

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટએ આપી બાંયધરી 


મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની આ ઘોર બેદરકારી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હોસ્પિટલ સાથે અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી કઈ રીતે થઈ શકે. પરિવારજનોએ માગ કરી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોઈની ભૂલ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયરે બાંયધરી આપી હતી કે ત્રણ સભ્યની કમિટી 72 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપશે અને જે કોઈ વ્યક્તિની ભૂલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


સમગ્ર મામલો શું છે?


વડાદરા શહેરના ગોરવાના વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થતાં ગોત્રી હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4.30 વાગે લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુક્યો હતો. નિત્યાનંદ ગુપ્તાનાં અન્ય સગાંસંબંધીઓ બહાર હોવાથી સવારે અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે નિત્યાનંદ ગુપ્તાનાં પરિવારજનો કોલ્ડસ્ટોરેજ ખાતે પહોંચતાં અન્ય મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને મૂક્યા પછીની જે પાવતી જોઈ પછી ખુલાસો થયો કે મૃતદેહ અન્ય પરિવારને સુપરત કરવામાં આવ્યો છે. નિત્યાનંદ ગુપ્તા અને પરિમલ દવે નામની વ્યક્તિઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ હોવાનું માનવામાં આવ્યું રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે  પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં થાય છે, સાથે એસ.એસ.જી.હોસ્પિટલમાં સ્ટાફ પણ પ્રક્રિયા કરતા હોય છે. સિસ્ટમ બહુ જ વ્યવસ્થિત છે છતાં આ પ્રકારની ઘટના બનતા ગંભીર સવાલો ઉઠ્યા છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?