DCP સફિન હસનનું ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે આકરૂ વલણ, દિલ્હીના યુવક સાથે તોડ કરનારા સામે કરી આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-21 21:55:47

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કપ મેચ જોવા માટે દેશ વિદેશથી હજારો લોકો આવ્યા હતા. આ દરમ્યાન દિલ્હીથી કિયા ગાડી લઈને મેચ જોવા આવેલા ભાઈ સાથે પોલીસે 20,000નો તોડ કરી લીધો હતો. હવે મામલે અમદાવાદ પૂર્વ ટ્રાફિક DCP સફિન હસને જવાબદાર પોલીસ કર્મીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. સફિન હસને બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ઓર્ડર કર્યો અને ત્રણ TRB જવાનને ફરજ મુક્ત કરી દીધા છે. DCP સફિન હસનની આ કડક કાર્યવાહીથી પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે.


આ પોલીસકર્મીઓ થયા સસ્પેન્ડ


DCP સફીન હસને બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ઓર્ડર કર્યો અને ત્રણ TRB જવાનને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં નાના ચિલોડા પાસેના ટ્રાફિક પોઇન્ટ જી ડિવિઝન ટ્રાફિક વિભાગમાં આવતા બનાવ સમયે ફરજ બજાવતા મહાવીરસિંહ બહાદુરસિંહ અને તુષાર રાજપુત નામના બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાયા હતા.


શું છે સમગ્ર મામલો?


વાત જાણે એમ છે કે દિલ્હીથી મિત્રો સાથે આવેલા કાનવ માનચંદા નામના વ્યક્તિને નાના ચિલોડા પોઈન્ટ પાસે ટ્રાફિક પોલીસે ચેકિંગ માટે રોક્યા હતા. આ દરમિયાન તેની કિયા ગાડીમાંથી એક વોડકા દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. પૈસા પડાવવાના ઇરાદે પોલીસ સ્ટેશનમાં લઈ જવા ધમકાવ્યા હતા. પોલીસે આ મામલે તોડ કરવામાં આવ્યો હતો, શરૂઆતમાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 2 લાખની માંગણી કરવામાં આવી અને કાયદેસર કાર્યવાહી નહીં કરવા માટે ખાતરી પણ અપાઇ હતી. પરંતુ આ રકમ ખૂબ જ વધારે હોવાનું કહેતા કાનવ માનચંદાએ પતાવટ કરવાનું કહેતા પોલીસકર્મીઓ આ લોકોને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટેનું દબાણ કર્યું હતું. જોકે, રસ્તામાં તેમની પાસેથી પોલીસકર્મીએ રકઝક કરતા ₹1.40 લાખની રકમની માંગણી કરી હતી. પરંતુ આ યુવકો પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહેતા ₹20 હજારનું UPIથી ત્રાહિત વ્યક્તિના ખાતામાં પેમેન્ટ કરાવ્યું હતું. બાદમાં આ યુવકોને છોડી મુકાતા મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તે દરમિયાન યુવકે મીડિયા સમક્ષ તોડ થયાની રજૂઆત કરી હતી.  આક્ષેપ કરનાર દિલ્હીના કાનવ માનચંદા અને યુવક મિત્રોએ રૂ. 20 હજાર UPI કર્યા હોવાનો પુરાવો પણ મીડિયાને આપ્યો હતો. હવે આ મામલો અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે જતા પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. આ સમગ્ર મામલે ટ્રાફિક ઈસ્ટ ડીસીપી સફીન હસને કેસની તપાસ સી ડિવિઝન એસીપી ટ્રાફિકને સોંપી હતી. આ અંગે સી ડિવિઝન ટ્રાફિક એસીપી ડી એસ પુનડીયાએ બંદોબસ્તમાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓને નોકરીના લિસ્ટ મંગાવી તેના આધારે તપાસ શરૂ કરી અને તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને નિવેદન લેવાયા હતા. આ દરમિયાન દિલ્હીના યુવકને 20,000 રૂપિયા પરત કરી દેવાયા હોવાનું પણ સામે આવ્યું હતું. પરંતુ વગર ફરિયાદે તોડ અંગેની વાત સાંભળતાં જ DCP સફીન હસને કડક કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે આ કેસમાં હાલ દિલ્હીના આ ફરિયાદી ફરિયાદ કરવા નથી માંગી રહ્યા છતાં ટ્રાફિક DCP સફીન હસને સંજ્ઞાન લઈને માત્ર મીડિયા રિપોર્ટ આધારિત આખા કેસની તપાસ કરાવી ગણતરીના દિવસોમાં કડક કાર્યવાહી કરી દાખલ્યો બેસાડ્યો છે.


અગાઉ સોલા પોલીસે કર્યો હતો તોડકાંડ 


અમદાવાદ પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓએ બોપલના એક કપલ સાથે પણ આવો જ તોડ અગાઉ કર્યો હતો. અમદાવાદ એરપોર્ટથી બોપલ જતા એક કપલને રોકીને સોલા પોલીસના પોલીસકર્મીઓએ તોડ કર્યો હતો. આ મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં વેપારી પાસેથી તોડ કરનારા પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી હતી. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. આ મામલે સોલા પોલીસે 2 પોલીસકર્મી અને 1 TRB જવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં આ આ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?