26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાની ઘટના બની હતી. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ પગલા લીધા હતા અને ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. DCGAએ એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.
શંકર મિશ્રા સામે કરાઈ હતી કાર્યવાહી
આજકાલ ફ્લાઈટમાં અનેકો એવી ઘટના બની રહી છે જેને કારણે ચર્ચાઓ થઈ રહી છે. થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. મહિલાએ જ્યારે આ અંગેની ફરિયાદ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફરિયાદ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ શંકર મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
DCGAએ પાયલટનું લાઈન્સ કર્યું રદ્દ
થોડા દિવસ પહેલા જ એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત શંકર મિશ્રા 4 મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે. પરંતુ DCGAએ પણ કાર્યવાહી કરી છે. એર ઈન્ડિયાને 30 લાખનો ફાઈન ભરવાનો આદેશ આપ્યો છે જ્યારે પાયલટનું લાઈસન્સ 3 મહિના માટે રદ્દ કરવામાં આવ્યો છે.