ભારતમાં વન્ડે સિરીઝ રમી રહેલા ડેવિડ મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, એક દર્દનાક વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 08:57:45

મિલરે ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે T20ની બીજી મેચમાં 106 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પ્રથમ વનડેમાં 75 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમને T20માં હારનો સામનો કરવો પડ્યો હતો.

David Miller

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડેની બીજી મેચ રવિવારે (8 ઓક્ટોબર) રાંચીમાં રમાશે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમના અનુભવી બેટ્સમેન ડેવિડ મિલરને મોટો ઝટકો લાગ્યો છે. મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેના એક નાનકડા ચાહકનું દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું છે. મિલરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. પહેલા આ નાનકડી ચાહક મિલરની પુત્રી હોવાનું કહેવાતું હતું, પરંતુ પછીથી પુષ્ટિ થઈ કે તે પુત્રી નથી.


ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં મિલરે લખ્યું, "મારી સ્વીટ પ્રિન્સેસને RIP, પ્રેમ હંમેશા રહેશે!"

આ નાનકડા મિલરના ચાહકને કેન્સર હતું. વીડિયોમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી રહી છે. તે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. મિલરની આ પોસ્ટ પર વિશ્વના ઘણા ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝના રાયદ અમૃત અને ભારતના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ કોમેન્ટ્રી કરી બંનેએ શ્રદ્ધાંજલિ આપી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે