મા-બાપ મર્યાદા ભૂલ્યા, પુત્ર-પુત્રવધૂની અંગત પળોનો વીડિયો કર્યો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:09:30

સમાજમાં ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી નાખે છે. રાજકોટમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં સાસુ-સસરાએ પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો સોશિયલ મીડિયા પર મુકી દીધા હતા. સાસુ-સસરા તેના પતિ સાથેની અંગત પળોનો વીડિયો વેબસાઇટ પર મૂકી કમાણી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પીડિતા પુત્રવધુએ જ આ આક્ષેપ તેના સાસુ-સસરા પર લગાવ્યા છે. પરિણીતાની આ પોલીસ ફરિયાદ બાદ પોલીસે સાસુ સસરા સામે કાર્યવાહી આરંભી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે. 


કમાણી કરવા સાસુ-સસરાએ તમામ હદ વટાવી


આ ઘટના અંગે મળતી માહિતી મુજબ,  યુવતીની ઉંમર માત્ર 21 વર્ષની છે. યુવતીના સાસુ-સસરા તેને પતિ સાથે અંગત પળો માણવા મજબૂર કરતા હતા. તેઓ તેને કહેતા કે તું અંગત પળો માણ, તેઓ તેના પતિ સાથેની અંગત પળોનો વીડિયો વેબસાઈટ પર મુકીને રૂપિયા કમાતા હતા. યુવતીએ ઘણીવાર તેમની સામે વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ તેના પર દબાણ કરતા રહ્યા હતા. પણ યુવતીએ જ્યારે હકીકત જાણી ત્યારે તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. યુવતીએ જાણ્યું કે તેના સાસુ-સસરાએ આ અંગત પળોનો વીડિયો બન્યો છે અને તે હવે સરે આમ લોકો જોઈ શકે છે. યુવતીને આ વાતની ખબર પડતાં તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


વહેલી ડિલિવરી માટે પુત્રવધૂ પર દબાણ


રાજકોટના ધનિક પરિવારની 21 વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઇટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી 10 વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી. અંધશ્રદ્ધાળુ સસરાએ અનેક વખત દોરા-ધાગા પહેરાવી તેની વિધિ કરાવી હતી. તો સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતું હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?