આવતી કાલે ઉજવાશે દત્તાત્રેય જયંતી, તેમની પૂજા કરવાથી મળે છે ત્રિ-દેવોના આશિર્વાદ


  • Published By :
  • Published Date : 2022-12-06 11:07:33

માગસર મહિનાની પૂનમના દિવસને દત્તાત્રય જયંતિ તરીકે ઉજવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવજીની શક્તિઓ સમાયેલી છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેય ભગવાનના નામ સ્મરણ માત્રથી કષ્ટો દૂર થઈ જાય છે ઉપરાંત તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

દત્ત જયંતી વિશેષ - ભગવાન દત્તાત્રેયનુ જીવન | Webdunia Gujarati

પૌરાણિક માન્યતા અને દંતકથાઓ અનુસાર અત્રિમુનીના પત્ની અનુસુયાની સતિવ્રતાની ચર્ચા ત્રણેય લોકમાં થઈ રહી હતી. સતિવ્રતાની પોતાની પતિ વ્રત ધર્મ અંગે પાર્વતીજી, લક્ષ્મીજી તેમજ સરસ્વતીજીને ખૂબ અભિમાન હતું. પરંતુ દેવતાઓ દ્વારા અનુસુયાના વખાણ સાંભળી દેવીઓમાં ઈર્ષા આવી. ખૂબ ચર્ચાઓ થતા ત્રિ-દેવીયોએ ત્રિ-દેવોને તેમની પરિક્ષા લેવા કહ્યું. 

દત્તાત્રેય જ્યંતિનુ છે અનેરુ મહત્વ, જાણો તમે પણ…

અત્રી ઋષિની ગેરહાજરીમાં ત્રણેય દેવતાઓ તેમના આશ્રમમાં આવ્યા. માતા અનુસુયા સમક્ષ  ભોજનની માગ કરી. પરંતુ તેની સાથે દેવતાઓએ એક શરત પણ મૂકી કે અનુસુયાએ નિવસ્ત્ર થઈ ભોજન પીરસવું પડશે. આ વાત કરવાથી માતા અનુસુયાને શંકા ગઈ અને યાત્રીકો બનીને આવેલા દેવતાઓ પર પાણી છાંટી દીધું. પોતાના પતિવ્રતાના બળને કારણે તેમણે છાંટેલા પાણીથી ત્રણેય બાળકો બની ગયા. અને માતા અનુસુયાએ ત્રણેયને દૂધ પીવડાવ્યું. અને અનેક સુધી ત્રણેય દેવતાઓનો માતા બાળક બની ઉઠેર કરવા લાગ્યા. 

Mother Goddesses - Parvati, Lakshmi & Saraswati (Tridevi, Trishakti,  Trimata) | HinduPad

જ્યારે ત્રણેય દેવીઓને પોતાની ભૂલ સમજાઈ તે બાદ ત્રિ-દેવીયો માતા અનુસુયા પાસે ગયા અને માફી માગ અને પોતાના પતિને સાથે લઈ જવાની વાત કરી. માતા અનસુયાએ કહ્યું કે આ ત્રણેયે મારૂ દૂધ પીધું છે એટલે એમને બાળક બની મારી પાસે રહેવું પડશે. આ વાત સાંભળીને ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિથી પોતાના અંશોને ભેગા કરી એક નવો અંશ પેદા કર્યો. જેમને આપણે દત્તાત્રેય ભગવાન તરીકે ઓળખીયે છીએ. દત્તાત્રય ભગવાનને ત્રણ માથા છે અને 6 ભૂજાઓ છે.   

દત્તાત્રેય - વિકિપીડિયા

ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનકાળ દરમિયાન 24 ગુરૂ બનાવ્યા હતા. તેઓ દરેકમાંથી કંઈકને કંઈક શીખતા રહ્યા. તેમના ગુરૂની વાત કરીએ તો પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કરોળીયું, પતંગિયું, સમુદ્ર, મધમાખી, બાણ કરનારો વ્યાઘ્ર, મધુહારક, ગજ, મૃગ, ભ્રમરી, માછલી, અજગર, બાળક, કુમારી કંકણ, સર્પ, ગણિકા, કપોત,ચાર શ્વાન એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક વ્યક્તિએ આમાના ગુણો શીખવા જોઈએ.   

દત્તાત્રેય જયંતી પર દત્તાત્રય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી દત્તાત્રેય ભગવાનની પૂજા કરવામાં આવે છે. દત્તાત્રેય સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. ઉપરાંત શક્ય હોય તો ઉપવાસ પણ કરવો જોઈએ. વ્રત તેમજ પૂજા કરવાથી દત્તાત્રેય ભગવાન પ્રસન્ન થાય છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે