સાળંગપુર વિવાદમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીએ બળતામાં ઘી હોમ્યું, આપ્યું આ ઉશ્કેરણીજનક નિવેદન


  • Published By :
  • Published Date : 2023-09-04 15:41:56

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં તૈયાર કરવામાં આવેલા શિલ્પ ચિત્રોને લઈને ઉભો થયેલો વિવાદ દિન પ્રતિ દિન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના અનેક ધાર્મિક સંગઠનો, ધર્મગુરુઓ અને સંતો દ્વારા આ ભીંતચિત્રોમાં હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે વડોદરામાં હરીભક્તોની સભામાં દર્શન સ્વામીના તા. 3-9-2023ના રોજના એક વીડિયોએ ઘી હોમવાનું કામ કર્યું છે. દર્શન સ્વામીનો આ વીડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું કહ્યું છે દર્શન સ્વામીએ? 


વડોદરામાં ગરુકુલ ખાતે દર્શન સ્વામી હરીભક્તોને સંબોધતા દર્શન સ્વામી જણાવી રહ્યા છે કે, "તમને કોઇની બીક તો નથી ને સાહેબ ગગનના તારા જેટલા શત્રુ હોય કે કદાચ બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ  સર્વ અવતારી ભગવાન સ્વામીનારાયણની સામે આવી જાય તો પણ સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે છે અને છે જ આમાં કોઈને રંજ માત્ર સંદેહ ન હોવો જોઈએ  અને કોઈ પણ  પાજીપાલવના વચનોમાં ક્યારેય કોઈએ દબાવવું પણ ન જોઇએ, સાહેબ આપણા ઉદરનો રોટલો આપણા સ્વામિનારાયણ ભગવાન ભરે છે આપણને અક્ષરધામમાં લઈ જનારો આપણો ભગવાન છે આપણાં ભગવાનને કોઈ એમ કહે એ મોચી છે  તો આ તો કદી શાખી લેવાનું નહીં, મિત્રો કોઈથી દબાવાનું નહીં આ તો લોકશાહી છે દુનિયામાં જે લોકો પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક ચાંદલા અને ચોટલી રાખીએ છીએ તમારા કરતાં પહેલા અમે સનાતની છીએ એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા ના કરો ચાર ચાર રાતથી ઊંઘ નથી આવતી "


જ્યોતિર્નાથ બાબાએ આપ્યો આ જવાબ


દર્શન સ્વામીનો વાઈરલ વીડિયો અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથ બાબાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્શન સ્વામીનો બકવાસ અમારી નજરમાં આવ્યો છે. સનાતન ધર્મની તાકાતને દર્શન સ્વામી જાણતા નથી. 140 કરોડ જનતા એવું જાણે છે કે, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે. ખાલી સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે. જ્યારે રોડ ઉપર ઊતરવાની વાત આવશે ત્યારે અમે રોડ ઉપર પણ ઊતરીશું. વધુમાં ડો. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, દર્શન સ્વામી જે રીતે વાત કરે છે તે રીતે અમને પણ લડતા આવડે છે. સમાજની અંદર જે પ્રણાલી ઊભી થઈ છે. તે ખોટી પ્રણાલી મન મરજી પ્રમાણે લોકો પર થોપી દેવાની વાત છે તે અમે સહન કરવા તૈયાર નથી. આવતીકાલની મિટિંગમાં જે નક્કી થશે તે પ્રમાણે અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ અને અમારી યુવા સેનાઓ પણ તૈયાર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?