દાંતાના કોંગ્રેસના MLA કાંતિ ખરાડીએ કાર્યકર્તાઓને આપ્યો ભરોસો, 'કાંતિભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે પણ નહીં'


  • Published By :
  • Published Date : 2024-01-18 11:54:32

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કોંગ્રેસમાં જ રહેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા રર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકતા કાંતિ ખરાડીએ જાહેરાત કરી છે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે પણ નહીં. કાંતિ ખરાડીએ દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો આપણી વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી, ભાજપના નવરા લોકો મને બદનામ કરે છે'


શું કહ્યું કાંતિ ખરાડીએ?


દાંતા સીટના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ તેમના માટે થઈ રહેલી અફવાઓને રદીયો આપતા રહ્યું કે "હાલના સમયમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. જો  કે તેમણે આ તમામ વાતો પાયાવિહોણી ગણાવી છે. દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા. ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી.ધારાસભ્ય ખરાડીએ ભારપૂર્વક કહ્યું કે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે પણ નહીં, ભવિષ્યમાં પણ વેચાશે નહીં. મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડટ આપ્યો છે. હું હેટ્રીક મારીને આવ્યો છું. હું નહિ મારો વિસ્તાર આવ્યો છે. મારો વિસ્તાર જીત્યો છે. કાંતિ ભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે નહીં."


રામ મંદિર અંગે પણ કહી આ વાત


કાંતિ ખરાડીએ રામ મંદિર અંગે પણ કહ્યું કે "રામ મંદિર તો બધાનું છે, ખાલી ભાજપનું નથી, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા  ભાજપ વાળા જ ઉપાડીને ફરી રહ્યાં છે. ધાર્મિક આસ્થાની વાત છે. અમે રામને આજીવન માનતા આવ્યા છીએ અને આગળ પણ માનવાના છીએ, પણ અત્યારે જે ચાલી રહ્યુ છે તે ભાજપનું પેતરૂ છે અને ભાજપનું રાજકારણ છે. ધર્મ એ ધર્મ છેસ તેમાં રાજનીતિ ના હોવી જોઇએ. અમે રામ મંદિરના દર્શન કરવા જઈશું પણ એ મંદીર ભાજપ વાળાનું નથી, અમારુ પણ છે. અમે આજે નહિ તો કાલે જશું ખરા, રામ એમના કરતા અમારા હૈયામાં વધારે વસેલાં છે. જે લોકોમાં નહોતા વસતા તે અત્યારે ફતવા કરી રહ્યાં છે. અધુરા મંદીર વિષે પણ બોલી રહ્યા છે." ઉલ્લેખનિય છે કે કાંતિ ખરાડી પર કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોનું પણ દબાણ હતું તેથી તેમણે દાંતા સર્કિટ હાઉસમાં બેઠક યોજીને સ્પષ્ટતા કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.