વાહન પર કરાતા જોખમી સ્ટંટ પડી શકે છે ભારે! મોંઘી બાઈક સાથે સ્ટંટ કરતા યુવક વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-06-22 11:37:37

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા અને ફેમસ થવા લોકો જાત જાતના સ્ટંટ કરતા દેખાય છે. રિલ બનાવો આજની જનરેશનનો શોખ છે. પરંતુ ઘણી વખત આ સ્ટંટ પોતાના માટે તો જોખમી બની જાય છે પરંતુ બીજા માટે પણ જોખમી સાબિત થાય છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક સોશિયલ મીડિયા સ્ટાર પકડાયો છે. આ ભાઈ 20 લાખ રૂપિયાની બાઈક ખુલા હાથે ચલાવી વીડિયો મૂકતા હતા. પોલીસને ધ્યાને આ ઘટના આવી તો ગાડી પણ ઉઠાવી લીધી છે. 



ખુલ્લા હાથે યુવકે ચલાવી બાઈક! 

સાબરકાંઠાના હિંમતનગરના સોશિયલ મીડિયા સ્ટાર પ્રકાશ ખત્રી સામે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત 20 લાખની મોટર સાયકલ હાથ છોડીને ચલાવવા બદલ પોલીસ ફરિયાદ થઈ છે. અમદાવાદના વકીલ ભાવિન વ્યાસે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાને ફરિયાદ કરી હતી. સાબરકાંઠા પોલીસે આ ઘટના પર ગંભીરતાથી કામ કરતા પ્રકાશ ખત્રીની હાયાબુઝા મોટર સાયકલ પણ ડિટેઈન કરી છે. વકીલનો પક્ષ હતો કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ પ્રકારનું કરતા રહે તો તેનાથી તેમના ફોલોઅર્સમાં ખોટો મેસેજ જાય છે કારણ કે ફોલોઅર્સ પણ તેમને અનુસરે છે અને ન કરે નારાયણ પણ આવી રીતે જુવાનીના સ્ટંટ કરતા કંઈ પણ થઈ શકે છે. 


વકીલે જોખમી સ્ટંટ કરતા યુવક સામે નોંધાવી ફરિયાદ!

અમદાવાદના વકીલ ભાવિન વ્યાસે ટ્વીટ લખીને ફરિયાદ કરી હતી કે પ્રકાશ ખત્રી સામે ફરિયાદ થવી જોઈએ. મને આ કેસમાં કડક કાર્યવાહી જોઈએ છે. ત્યાર બાદ હાથ છોડીને ગાડી ચલાવતા હોય તેવા સોશિયલ મીડિયા સ્ટારનો ફોટો મૂકવામાં આવ્યો હતો. 


આ લોકો સાથે મળી આવ્યા બાઈકના માલિકના ફોટો!

ગાડીની વાત કરીએ તો તે સુઝુકી કંપનીની હાયાબુઝા ગાડી છે. GJ 09 DD 0005 નંબરની ગાડી 25 એપ્રીલ 2023માં રજિસ્ટર કરવામાં આવી હતી. આ ગાડીના માલિક પણ પ્રકાશ રાજુભાઈ ખત્રી જ છે. 17થી 20 લાખની આ મોટર સાયકલ છે. આ સોશિયલ મીડિયા સ્ટારની ફેસબુક પ્રોફાઈલ પર જોઈએ તો માત્ર ગાડીઓના ફોટો જ જોવા મળે છે જો કે વચ્ચે એક ફોટો એવો પણ આવે છે જેમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખની બાજુમાં આવીને તેણે ફોટો પડાવ્યો હોય. ગમણ સાંથલ, હિંદુસ્થાની ભાઉ સાથે પણ પ્રકાશ ખત્રીના ફોટો જોવા મળે છે. 


સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા કંઈ પણ કરે છે લોકો!

આ બધુ દેખાડીને અમારો મતલબ એ દેખાડવાનો નથી કે તે બહુ મોટા સોશિયલ મીડિયા સ્ટાર છે. અમે માત્ર એવું કહી રહ્યા છીએ કે તમે સામન્ય માણસમાંથી જેવા સ્ટાર બનો છો તો તે સ્ટારડમ તમારા ખભા માથે બોજ બનીને બેસી જતું હોય છે. પછી તમે ગમે તે વસ્તુ એમને એમ નથી કરી શકતા કારણ કે હજારો લોકો તમને માનતા હોય છે તમને અનુસરતા હોય છે. જો તમેં કંઈ આડા અવડું કરો તો તમારા ફેન પણ આવું કરવા લાગે છે. જો કે જવાનીના જોશમાં ગાડીના સ્પીડોમીટરનો કાંટો વધવો ન જોઈએ. ઉંમર મુજબ અને જવાબદારી મુજબ એ કાંટો અમુક આંકડાઓ સુધી રોકાયેલો રહેવો જોઈએ. આવા સ્ટંટ કરવા પહેલા આ વીડિયો જોઈ લેવો જેથી ખબર રહે કે સ્ટંટ કરવાનો અંજામ શું આવી શકે છે. જેલ ભેગા પણ થવું પડી શકે છે અને 20 લાખની ગાડી ડિટેઈન થાય એ ધુંબો અલગથી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.