દેશના પૂર્વ ભાગ પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં આ તોફાની ચક્રવાત મિચૌંગ વાવાઝોડ઼ામાં પરિવર્તિત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું 5 ડિસેમ્બરના બપોર સુધી દક્ષિણ આંધ્ર્ પ્રદેશ અને તેની આસપાસ તથા પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. 5 ડિસેમ્બર સુધી નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશ તટને પાર કરશે.
24 કલાકમાં ભયાનક અસર
વાવાઝાડાની મહત્તમ ગતિ 80-90 પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની હશે. હવામાન વિભાગની આગાહી છે કે મિચૌંગ ચક્રવાતના કારણે તમિલનાડુના ચેન્નઈ, કાંચીપુરમ, અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર ધોધમાર વરસાદની આગાહી છે.
પૂર્વી તટની 54 ટ્રેન રદ્દ
ચક્રવાત મિચૌંગથી ઉભા થયેલા જોખમના કારણે પૂર્વીય તટની 54 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પૂર્વીય ઝોનથી પસાર થનારી એક્સપ્રેસ, મેલ, સ્પેશિયલ ટ્રેન સહિતની ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તે જ પ્રકારે દક્ષિણ પૂર્વ રેલ્વેની હાવડા-ચેન્નઈ મેલ સહિત ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમણે કહ્યું રદ્ થનારી હાવડા-એસએમવીટી (બેંગલુરૂ) અને હટિયા-એસએમવીટી (બેંગલુરૂ) એક્સપ્રેસ સહિતનો સમાવેશ થાય છે.