જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નીકળેલી યાત્રાનો આજે પાંચમો દિવસ છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો સરકાર પાસે કરી રહ્યા છે. અલગ અલગ રીતે તેમણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દરેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો ધરણા કરવાના હતા પરંતુ પોલીસ દ્વારા તેમને હટાવી લેવામાં આવતા હતા. આંદોલન કરવા ન દેતા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે.
'યુવા અધિકાર યાત્રા' ને મળ્યો,
— AAP Gujarat (@AAPGujarat) October 17, 2023
જનતાનો પ્રેમ અપાર.????????????@Chaitar_Vasava @YAJadeja #યુવા_અધિકાર_યાત્રા pic.twitter.com/dCjRDAjWSg
જ્ઞાનસહાયક યોજના નાબુદ થાય તે માટે આપે કરી યુવા અધિકાર યાત્રા
ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમય હશે તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશે? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર પોતાની વાતને લઈ મક્કમ દેખાઈ રહી છે, પોતાના નિર્ણય પર અટલ દેખાઈ રહી છે. ઉમેદવારોની માગ ભલે સરકાર નથી સાંભળી રહી પરંતુ ઉમેદવારોને રાજકીય પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. શિક્ષણને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આમ આદમી પાર્ટીએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા અમદાવાદ આવશે.
યાત્રા દરમિયાન ચૈતર વસાવા અને યુવરાજસિંહ આક્રામક દેખાયા
દાંડીયાત્રા 2.0ને સારૂં સમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા સહિત અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. આ યાત્રા જ્યાં જ્યાં પણ પહોંચી રહી છે ત્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે દાંડીયાત્રા 2.0નો પાંચમો દિવસ છે. ગઈકાલે ડેડિયાપાડા,નસવાડી થઈ યાત્રા આગળ વધી હતી. ત્યારે આજે યાત્રા દાહોદ , ગોધરા પહોંચવાની છે. આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહ આક્રામક દેખાયા છે. સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરવામાં આવી રહી છે. ત્યારે દાંડીએથી નીકળેલી યાત્રા પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે કે નહીં તે તો સમય બતાવશે.