ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને પોતાની માગ રજૂ કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની વાત સાંભળી નથી રહી. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રા શિક્ષણમંત્રીના વિસ્તારમાં પહોંચી છે. મહીસાગર આવતા જ ઉમેદવારો આક્રામક દેખાયા હતા. "શિક્ષણ મંત્રી હાય હાય" ના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. તે ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "શિક્ષણ માટે ઘાતક છે, કુબેર ડિંડોર તેનું નામ છે." ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી"
કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા
ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આપણે કહીએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા.. પરંતુ બાળકો ત્યારે જ ભણશે જ્યારે શિક્ષકોની ભરતી, કાયમી ભરતી કરવામાં આવશે.. જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. દાંડીથી યાત્રા નીકળી હતી તે હમણાં શિક્ષણ મંત્રીના વિસ્તાર એટલે કે મહીસાગર પહોંચી છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એવા વિસ્તારો છે જ્યાંથી શિક્ષકો વધારે આવતા હોય છે. અનેક એવા ઘરો આ વિસ્તારમાં મળી રહેશે જ્યાં પરિવારનું કોઈ સદસ્ય ટીચર હોય. ગુજરાતના અનેક શિક્ષકો ત્યાંથી આવે છે. ત્યારે આંદોલનના માર્ગે ગયેલા ભાવિ શિક્ષકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. એકદમ આક્રામક ઉમેદવારો દેખાયા હતા.