અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનો હુંકાર, 'જ્ઞાનવાપી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:45:45

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર તથા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે દસ્ક્રોઇના પાલડી-કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો-મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમે સંતોએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરી શરૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.


દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ પ્રસ્તાવમાં અયોધ્યા, કાશી અને મથુરા એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ કપટ કર્યું નથી. અમે ભારતીય સંવિધાનમાં આસ્થા વ્યક્ત કરીને આગળ વધી રહ્યા છીએ. કોર્ટ મારફત તો જવાબ એને દેવો પડશે. 1993માં જ્ઞાનવાપીમાં પૂજારીને ધમકી આપીને પૂજા બંધ કરાવી હતી. જે લોકોએ પૂજા બંધ કરાવી તેમાં જિલ્લા જજે એવું પૂછ્યું કે, પૂજા કેમ બંધ થઈ? જ્ઞાનવાપી મસ્જિદની ચારેય બાજુ બેરિકેટ છે એનો લેખિત ઓર્ડર કયાં છે? કોના આદેશથી બેરિકેટ કરવામાં આવી છે.  બેરિકેટ કે પૂજા બંધ કરવાનો ઓર્ડર તેમની પાસે નથી. આથી છળ તો તેઓએ કર્યું છે અને જવાબ પણ એ લોકોએ દેવો પડી રહ્યો છે. જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા અમને મળશે જ મળશે. સાથોસાથ ગુજરાતમાં નિર્ણય એવો પણ કર્યો કે, લાંબા સમયથી અને જૂના મંદિરો બંધ છે તેનો જીર્ણોદ્ધાર થાય અને લોકો મંદિરમાં જાય. અમારે જ તેની રક્ષા કરવાની છે. એક દિવસ ગામના લોકો સાથે મંદિરને સ્વચ્છ કરી પૂજા કરાવવાની છે.


ગોપાલદાસજી મહારાજે ઔવેસી પર કર્યા પ્રહાર 

સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગોપાલદાસજી મહારાજે સંતોને સંબોધતા અસદુદ્દિન ઔવૈસીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે 'મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.' તે ઉપરાંત તેમણે કહ્યું કે જે મંદિરો અપૂજ્ય પડ્યા છે, અમે નવા મંદિરો બનાવીએ છીએ એમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે. પરંતુ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે એટલે સંતોની જવાબદારી છે કે બધા મંદિરોનો જર્ણોદ્ધાર, સ્વચ્છ કરવામાં આવે. લોકોને મંદિર તરફ વાળે. કારણ કે, મંદિરો આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.