'સાહેબ અમને દાળવડા મંગાવવાની મંજુરી આપો' રાજ્યવેરા કમિશનરને લખાયેલો પત્ર વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-08 18:09:54

અમદાવાદ શહેરના સરકારી કાર્યાલયથી વિચિત્ર પણ જબરદસ્ત પત્ર વાયરલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે પત્ર લખી મંજૂરી માંગી છે. હાલ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને વર્ગ 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મગાવવા માટે પત્ર લખીને રજૂઆત કરી છે કે અમને બહારથી દાળવડા નથી મગાવવા દેવામાં આવતા અમારે તો દાળવડા ખાવા છે. અમને પરવાનગી આપો. જોવા જેવી વાત તો એ છે કે નીચે 11 સરકારી કર્મચારીએ સહી પણ કરી છે. લેટર વિચિત્ર હોવાના કારણે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજામાં વેરા વિભાગની કચેરી આવેલી છે. જ્યાંના કર્મચારીઓએ જ આવી અરજી કરી છે. તેમણે કહ્યું છે કે અમારા સાહેબ મનોજભાઈ બોરિયા, હર્ષદ ડી સોલંકી અને ધ્રુવ દેસાઈએ અમને ઓફિસમાં બહારથી નાસ્તો લઈ આવવાની મનાઈ કરી છે. હાલ તો આ પત્રને લઈ અનેક લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું લખ્યું છે આ પત્રમાં?


અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને ક્લાસ-2ના અધિકારીઓ અને ક્લાસ-3ના તમામ કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે મંજૂરી લેવા માટે પરમિશન લેટર લખી મંજૂરી માંગી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે,આપે રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઇ બોરીયા તથા સિનીયર કારકુન હર્ષદ ડી.સોલંકી તથા જુનિયર કારકુન ધ્રુવ દેસાઇને તેઓની ચેમ્બરમાં રુબરૂ બોલાવી એવું કહેલ કે, ઓફિસ માં કોઇ પણ નાસ્તો બહારથી મંગાવવો હશે તો મારી એટલે કે સહાયક રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની પરમીશન લેવી પડશે,જો એમ કરવામાં નહિ આવે તો તમામ સ્ટાફ વિરુધ્ધ પગલાં લેવામાં આવશે. આપની ઉક્ત આપેલ મૌખિક સૂચના અનુસાર આવતીકાલે બપોરે 2 કલાકે ઓફિસમાં દાળવડા મંગાવવાના હોઇ પરમીશન આપવા વિનંતી છે.


પત્રમાં 11 કર્મચારીએ કરી છે સહી


અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે પત્ર લખી મંજૂરી માંગી છે. આ અરજીની નકલ સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ – 1 અમદાવાદ અને નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ – 1 અમદાવાદ ખાતે પણ મોકલવામાં આવી છે. તેમાં 11 જેટલા કર્મચારીઓએ તેમની સહી પણ કરી છે.  


અગાઉ પાટણ DEOનો પત્ર થયો હતો વાયરલ  


સરકારી કર્મચારીઓના વિચિત્ર પત્રો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા હોય છે. ગયા વર્ષે પાટણ શિક્ષણાધીકારીએ જિલ્લાની તમામ સ્કૂલને એક વિચિત્ર પત્ર લખ્યો હતો જે પણ વાયરલ થયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર વિવિધ યોજનાથી વિદ્યાર્થીઓને સહાય આપતી હોય છે. તો ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને સહાય આપવા માટે આભાર કહેતો પત્ર લખો અને બંને સામે કૃતજ્ઞતા વ્યક્ત કરે. ઉલ્લેખનિય છે કે આ પત્ર પણ પાટણ જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ખૂબ જ વાયરલ થયો હતો. બે ઘડી વિચાર કરો ભારતનું બંધારણ અનુચ્છેદ 21 એ મુજબ 6થી 14 વર્ષના છોકરાઓને ફરજિયાત ભણાવવામાં આવે એવો અધિકાર આપે છે. ધોરણ 9 પછીનાનો અહીં કોઈ ઉલ્લેખ નથી અને તેમ છતાં પણ ભણાવવામાં આવે તો એનો પત્ર થોડો લખવાનો હોય. એ તો કોઈ પણ જવાબદાર સરકારની પ્રાથમિક ફરજ હોય છે કે તેના લોકોને ફરજિયાત સરસ આરોગ્ય, શિક્ષણ વગેરે મળે, એમાં થેંક્યૂ કહેવાનો સવાલ જ નથી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?